લોટરી કાર્યાલય રાખવા બાબત - કલમ : 297

લોટરી કાર્યાલય રાખવા બાબત

(૧) જે કોઇ વ્યકિત કોઇ રાજયની અથવા કોઇ રાજય સરકારે અધિકૃત કરેલી ન હોય એવી લોટરી કાઢવા માટે કાયૅવાલય અથવા જગા રાખે તેને છ મહિનાની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.

(૨) એવી લોટરીમાં કોઇ ટિકિટ લોટ નંબર અથવા આંકડો નીકળે તો તે પ્રસંગે કોઇ વ્યકિતના લાભાથૅ કોઇ રકમ અથવા ચીજવસ્તુ આપવાની અથવા કંઇ કરવાની કે કરવાથી દુર રહેવાની દરખાસ્તને જે કોઇ વ્યકિત પ્રસિધ્ધ કરે તેને પાંચ હજાર રૂપિયા સુધીના દંડની શિક્ષા કરવામાં આવશે.

ગુનાઓનુ વગીકરણ

કલમ-૨૯૭(૧) – લોટરી કાયૅલય રાખવું

- ૬ મહિના સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને

- પોલીસ અધિકાર બહારનો

- જામીની

- કોઇપણ મેજિસ્ટ્રેટ

કલમ-૨૯૭(૨) – લોટરી સબંધી દરખાસ્તો પ્રસિધ્ધ કરવી.

- ૫૦૦૦ રૂપિયાનો દંડ

- પોલીસ અધિકાર બહારનો

- જામીની

- કોઇપણ મેજિસ્ટ્રેટ