કોઇ વગૅના લોકોના ધમૅનું અપમાન કરવાના ઇરાદાથી કોઇ ધમૅસ્થાનને હાનિ કરવા કે અપવીત્ર કરવા બાબત - કલમ : 298

કોઇ વગૅના લોકોના ધમૅનું અપમાન કરવાના ઇરાદાથી કોઇ ધમૅસ્થાનને હાનિ કરવા કે અપવીત્ર કરવા બાબત

જે કોઇ વ્યકિત કોઇ વગૅના ધમૅનું એથી અપમાન કરવાના ઇરાદાથી અથવા કોઇ વગૅના લોકો એથી પોતાના ધમૅનું અપમાન થયાનું સમજે એવો સંભવ હોવાની જાણકારી સાથે કોઇ ધમૅસ્થાનનો અથવા કોઈ વગૅના લોકો જેને પવિત્ર માનતા હોય તેવી વસ્તુનો નાશ કરે તેને નુકશાન પહોંચાડે કે અપવિત્ર કરે તેને બે વષૅની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા દંડની અથવા બંને શિક્ષા કરવામાં આવશે.

ગુનાઓનુ વગીકરણ

- ૨ વષૅ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને

- પોલીસ અધિકારનો

- બિન-જામીની

· કોઇપણ મેજિસ્ટ્રેટ