કોઇ વગૅના લોકોના ધમૅનું અથવા ધાર્મિક માન્યતાઓનું અપમાન કરીને તેમની ધામિક લાગણીઓને આઘાત પહોંચાડવાના ઇરાદાથી કરેલા હેતુપુવૅક અને દ્રેષપુણૅ કૃત્યો
જે કોઇ વ્યકિત ભારતના નાગરિકોના કોઇ વગૅની ધામિક લાગણીઓને આઘાત પહોંચાડવાના હેતુપુવૅકના અને દ્રેષપુણૅ ઇરાદાથી બોલેલા અથવા લખેલા શબ્દોથી અથવા ચિન્હોથી અથવા જોઇ શકાય તેવી નિશાનીઓથી અથવા ઇલેકટ્રોનિક સ્વરૂપે અથવા અન્યથા તેના ધમૅનું અથવા ધામિક માન્યતાઓનું અપમાન કરે અથવા તેમ કરવાનો પ્રયત્ન કરે તેને ત્રણ વષૅની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.
ગુનાઓનુ વગીકરણ
- ૩ વષૅ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને
- પોલીસ અધિકારનો
- બિન-જામીની
- પહેલા વગૅના મેજિસ્ટ્રેટ
Copyright©2023 - HelpLaw