કબ્રસ્તાન વગેરેમાં અપ પ્રવેશ કરવા બાબત - કલમ : 301

કબ્રસ્તાન વગેરેમાં અપ પ્રવેશ કરવા બાબત

જે કોઇ વ્યકિત બીજી કોઇ વ્યકિતની લાગણીઓ દુભાવવાના અથવા તેના ધમૅનું અપમાન કરવાના ઇરાદાથી અથવા એમ કરવાથી કોઇ વ્યકિતની લાગણીઓ દુભાશે અથવા તેના ધમૅનું અપમાન થશે એવો સંભવ છે એવી જાણકારી સાથે કોઇ ધમૅસ્થાનમાં અથવા કબ્રસ્તાનમાં અથવા અંતિમ સંસ્કાર કરવા અથવા મૃત્યુ પામેલા માનવીના અવશેષો રાખી મુકવા માટે અલાયદી રાખેલી જગ્યામાં પ્રવેશ કરે અથવા કોઈ માનવીના મૃતદેહની બેઅદબી કરે અથવા અંતિમ સંસ્કાર કરવા એકત્રિત થયેલી વ્યકિતઓને વિક્ષેપ પહોંચાડે તેને એક વષૅની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.

ગુનાઓનુ વગીકરણ

૧ વષૅ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને

- પોલીસ અધિકારનો

- જામીની

- કોઇપણ મેજિસ્ટ્રેટ