ધામિક લાગણીઓ દુભાવવાના હેતુપુવૅકના ઇરાદાથી શબ્દો ઉચ્ચરવા વગેરે બાબત - કલમ : 302

ધામિક લાગણીઓ દુભાવવાના હેતુપુવૅકના ઇરાદાથી શબ્દો ઉચ્ચરવા વગેરે બાબત

જે કોઇ વ્યકિત બીજી કોઇ વ્યકિતની ધામિક લાગણીઓ દુભાવવાના હેતુપુવૅક ઇરાદાથી તે સાંભળે એમ કોઇ શબ્દ ઉચ્ચારે અથવા કોઇ અવાજ કરે અથવા તે દેખે એમ કોઈ ચેષ્ટા કરે અથવા કોઇ વસ્તુ મુકે તેને એક વષૅની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.

ગુનાઓનુ વગીકરણ

૧ વષૅ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને

- પોલીસ અધિકાર બહારનો

- જામીની

- કોઇપણ મેજિસ્ટ્રેટ