ચોરી - કલમ : 303

ચોરી

(૧) જે કોઇ વ્યકિત બીજી કોઇ વ્યકિતના કબ્જામાંથી તેની સંમતિ વિના કોઇ જંગમ મિલકત બદદાનતથી લઇ લેવાના ઇરાદાથી તે મિલકતને ખસેડે તેણે ચોરી કરી કહેવાય

સ્પષ્ટીકરણ ૧.- કોઇ વસ્તુ જમીન સાથે જડેલી હોય ત્યાં સુધી તે જંગમ મિલકત ન હોવાથી તેની ચોરી થઇ શકે નહિ પરંતુ તેને જમીનથી જુદી પાડવામાં આવે કે તરત તે ચોરી કરી શકાય એવી વસ્તુ બની જાય છે.

સ્પષ્ટીકરણ ૨.- કોઇ વસ્તુને જમીનથી જુદી કરવાના કૃત્યથી થયેલું તેનુ સથાનાન્તર ચોરીનો ગુનો બની કશે છે.

સ્પષ્ટીકરણ ૩.- કોઇ વ્યકિત કોઇ વસ્તુને ખરેખર ખસેડે ત્યારે તેમજ તેને ગતિશીલ થતા અટકાવનારી અડચણ દુર કરે અથવા તેને કોઇ બીજી વસ્તુથી જુદી પાડે ત્યારે તે વસ્તુને ખસેડી કહેવાય.

સ્પષ્ટીકરણ ૪.- કોઇ વ્યકિત પશુને કોઇ રીતે ગતિમાન કરે તેણે તે પશુને તેમજ ગતિમાન થવાના પરિણામે તે પશુએ ખેસેડી હોય તે દરેક વસ્તુને ખસેડી કહેવાય.

સ્પષ્ટીકરણ ૫.- આ કલમમાં જણાવેલી સંમતિ સ્પષ્ટ અથવા ગભિત હોઇ શકે અને કબ્જેદાર વ્યકિત અથવા સંમતિ આપવાનો જેને સ્પષ્ટ અથવા ગભિત અધિકાર હોય તે વ્યકિત તે આપી શકે. (૨) જે કોઇ વ્યકિત ચોરી કરે તેને ત્રણ વષૅની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા દંડની

અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે અને કોઇ વ્યકિતને આ કલમ હેઠળ બીજીવાર કે તે પછી દોષિત ઠયૅથી એક વષૅથી ઓછી ન હોય તેવી અને પાંચ વષૅ સુધીની સખત કેદની અને દંડની શિક્ષા કરવામાં આવશે. પરંતુ ચોરીના કેસોમાં જયારે ચોરી કરાયેલ મિલકતની કિંમત પાંચ હજાર રૂપિયા કરતાં ઓછી હોય અને કોઇ વ્યકિત પ્રથમ વખત દોષિત ઠરે તો મિલકતની કિંમત આપ્યથી અથવા ચોરી કરાયેલ મિલકત પાછી આપ્યેથી સામાજિક સેવાની શિક્ષા કરવામાં આવશે.

ગુનાઓનુ વર્ગીકરણ

ભાગ-૧ - ચોરી -

- ૧ વષૅથી ઓછી નહી પણ ૫ વષૅ સુધીની સખત કેદ અને દંડ

- પોલીસ અધિકારનો

-બિન-જામીની

- કોઇપણ મેજિસ્ટ્રેટ

ભાગ-૧ – મિલકતની કિંમત પાંચ હજાર રૂપિયા કરતા ઓછી હોય ત્યારે

- મિલકતની કિંમત પાછી આવ્યેથી અથવા ચોરી કરાયેલ મિલકત પાછી આપ્યેથી સામાજિક સેવાની શિક્ષા

- પોલીસ અધિકાર બહારનો

-જામીની

- કોઇપણ મેજિસ્ટ્રેટ