રહેણાંકના ઘર અથવા પરિવહનના સાધન અથવા ધમૅસ્થાન વિગેરેમાં ચોરી કરવા બાબત - કલમ : 305

રહેણાંકના ઘર અથવા પરિવહનના સાધન અથવા ધમૅસ્થાન વિગેરેમાં ચોરી કરવા બાબત

જે કોઇ વ્યકિત

(એ) કોઇ મકાન તંબુ અથવા માણસોના રહેણાંક માટે વપરાતું અથવા મિલકત રાખવા માટે ઉપયોગમાં લેવાતું વહાણ અથવા

(બી) માલ અથવા મુસાફરોના પરિવહન માટે વપરાતું કોઇપણ રીતનુ પરિવહન અથવા

(સી) માલ અથવા મુસાફરોના પરિવહન માટે વપરાતા કોઇપણ પરિવહનના માધ્યમમાની કોઇ વસ્તુ કે માલ અથવા

(ડી) ધમૅ સ્થળની કોઇપણ જગ્યામાંની કોઇપણ મુતિ અથવા ચિન્હ અથવા

(ઇ) સરકાર અથવા સ્થાનિક સતામંડળની કોઇપણ મિલકત માં ચોરી કરે તેને સાત વષૅની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.

ગુનાઓનુ વર્ગીકરણ

- ૭ વષૅ સુધીની કેદ અને દંડ

- પોલીસ અધિકારનો

- બિન-જામીની

- કોઇપણ મેજિસ્ટ્રેટ