માલિકના કબ્જાની મિલકતની કારકુને અથવા નોકરે ચોરી કરવા બાબત - કલમ : 306

માલિકના કબ્જાની મિલકતની કારકુને અથવા નોકરે ચોરી કરવા બાબત

જે કોઇ વ્યકિત પોતે કારકુન અથવા નોકર હોય અથવા કારકુન કે નોકરની હેસિયતથી કામ કરતી હોય અને પોતાના માલિકના કે પોતાને કામે રાખનારના કબ્જાની કોઇ મિલકતની ચોરી કરે તેને સાત વષૅની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.

ગુનાઓનુ વગીકરણ

- ૭ વષૅ સુધીની કેદ અને દંડ

- પોલીસ અધિકારનો

- બિન-જામીની

- કોઇપણ મેજિસ્ટ્રેટ