ચોરી કરવા માટે મૃત્યુ નિપજાવવાની અથવા વ્યથા કરવાની અથવા અવરોધ કરવાની તૈયારી કરીને ચોરી કરવા બાબત
જે કોઇ વ્યકિત ચોરી કરવા અથવા ચોરી કર્યા પછી નાસી જવા અથવા ચોરેલો માલ રાખી લેવા માટે કોઇ વ્યકિતનું મૃત્યુ નિપજાવવાની અથવા તેને વ્યથા કે અવરોધ કરવાની અથવા મૃત્યુ નિપજાવવાનો અથવા વ્યથા કે અવરોધ કરવાનો ભય ઊભો કરવાની તૈયારી કરીને ચોરી કરે તેને દસ વષૅની મુદત સુધીની સખત કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.
ગુનાઓનુ વગીકરણ
૧૦ વષૅ સુધીની સખત કેદ અને દંડ
- પોલીસ અધિકારનો
- બિન-જામીની
- પહેલા વગૅના મેજિસ્ટ્રેટ
Copyright©2023 - HelpLaw