બળજબરીથી કઢાવી લેવા બાબત - કલમ : 308

બળજબરીથી કઢાવી લેવા બાબત

(૧) જે કોઇ વ્યકિત ઇરાદા પુવૅક કોઇ બીજી વ્યકિતને તેને ખુદને અથવા બીજા કોઇને ઇજા કરવાના ભયમાં મુકીને એ રીતે ભય પામેલી વ્યકિતને કોઇ મિલકત અથવા કિંમતી જામીનગીરી અથવા કિંમતી જામીનગીરીમાં ફેરવી શકાય તેવી સહી કે સિકકો કરેલી કોઇ વસ્તુ કોઇને આપી દેવા માટે બદદાનતથી દબાવે તે બળજબરીથી કઢાવી લેવાનો ગુનો કરે छे.

(૨) જે કોઇ વ્યકિત બળજબરીથી કઢાવી લેવાનો ગુનો કરે તેને સાત વષૅની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.

(૩) જે કોઇ વ્યકિત બળજબરીથી કઢાવી લેવા માટે બીજી કોઇ વ્યકિતને બીજા કરવાના ભયમાં મુકે અથવા ભયમાં મુકવાની કોશિશ કરે તેને બે વષૅની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.

(૪) જે કોઇ વ્યકિત બળજબરીથી કઢાવી લેવા માટે બીજી કોઇ વ્યકિતને તેના ખુદના અથવા બીજા કોઇના મૃત્યુ અથવા મહાવ્યથાના ભયમાં મુકે અથવા ભયમાં મુકવાની કોશિશ કરે તેને સાત વષૅની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.

(૫) જે કોઇ વ્યકિત બીજી વ્યકિતને તેના ખુદના અથવા કોઇ અન્ય વ્યકિતના મૃત્યુ અથવા મહાવ્યથાના ભયમાં મુકીને બળજબરીથી કઢાવી લે તેને દસ વષૅની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.

(૬) જે કોઇ વ્યકિત બળજબરીથી કઢાવી લેવા માટે કોઇ વ્યકિતને ખુદ તેના ઉપર અથવા બીજી કોઇ વ્યકિત ઉપર મોતની અથવા આજીવન કેદની અથવા દસ વષૅની મુદત સુધીની કેદની શિક્ષાને પાત્ર કોઇ ગુનો કયૅતાના અથવા કરવાની કોશિશ કયૅ ાના આરોપના ભયમાં મુકે કે મુકવાની કોશિશ કરે તેને દસ વષૅની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.

(૭) જે કોઇ વ્યકિત બીજી કોઇ વ્યકિતને ખુદ તેના ઉપર અથવા બીજી કોઇ વ્યકિત ઉપર મોતની અથવા આજીવન કેદની અથવા દસ વષૅની મુદત સુધીની કેદની શિક્ષાને પાત્ર કોઇ ગુનો કયૅાના અથવા કરવાની કોશિશ કયૅાના અથવા એવો ગુનો કરવા માટે બીજી વ્યકિતને પ્રેરવાની કોશિશ કયૅાના આરોપના ભયમાં મુકીને બળજબરીથી કઢાવી લે તો તેને દસ વષૅની મુદત સુધીની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.

ગુનાઓનુ વગીકરણ

કલમ-૩૦૮(૨)-

૭ વષૅ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને

- પોલીસ અધિકારનો

- બિન-જામીની

- પહેલા વગૅના મેજિસ્ટ્રેટ

કલમ-૩૦૮(૩)-

- ૨ વષૅ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને

પોલીસ અધિકારનો

બિન-જામીની

કોઇપણ મેજિસ્ટ્રેટ

કલમ-૩૦૮(૪)-

- ૭ વષૅ સુધીની કેદ અને દંડ

- પોલીસ અધિકારનો

- બિન-જામીની

- પહેલા વગૅના મેજિસ્ટ્રેટ

કલમ-૩૦૮(૫) -

૧૦ વષૅ સુધીની કેદ અને દંડ

- પોલીસ અધિકારનો

- બિન-જામીની

- પહેલા વગૅના મેજિસ્ટ્રેટ

કલમ-૩૦૮(૬)-

૧૦ વષૅ સુધીની કેદ અને દંડ

- પોલીસ અધિકારનો

- જામીની

- પહેલા વગૅના મેજિસ્ટ્રેટ

કલમ-૩૦૮(૭)-

- ૧૦ વષૅ સુધીની કેદ અને દંડ

- પોલીસ અધિકારનો

- જામીની

- પહેલા વગૅના મેજિસ્ટ્રેટ