લૂંટ
(૧) દરેક લૂંટમાં કા તો ચોરી અથવા બળજબરીથી કઢાવી લેવાનું કૃત્ય હોય છે.
(૨) ચોરી કરવા માટે અથવા ચોરી કરવામાં અથવા ચોરી કરીને મેળવેલો માલ ઉપાડી જવામાં અથવા ઉપાડી જવાની કોશિશ કરવામાં ગુનેગાર સ્વેચ્છાપુવૅક કોઇ વ્યકિતનું મૃત્યુ નિપજાવે અથવા તેને વ્યાથા કરે કે તેને ગેરકાયદે અવરોધ કરે અથવા તેમ કરવાની કોશિશ કરે અથવા તે વ્યકિત માટે તત્કાલ મૃત્યુ વ્યાથા અથવા ગેરકાયદે અવરોધનો ભય ઊભો કરે કે ઊભો કરવાની કોશિશ કરે તો ચોરીએ લૂંટ છે.
(૩) બળજબરીથી કઢાવી લેતી વખતે ગુનેગાર જો ભય પામેલી વ્યકિત પાસે હાજર હોય અને તે વ્યકિતને તેના ખુદના અથવા બીજી કોઇ વ્યકિતના તત્કાલ મૃત્યુ અથવા વ્યથા અથવા ગેરકાયદે અવરોધના ભયમાં મુકીને બળજબરીથી કઢાવી લે અને આ રીતે ભયમાં મુકીને કઢાવી લેવાની વસ્તુ ત્યાં ને ત્યાં જ આપી દેવા ભયગ્રસ્ત વ્યકિતને દબાવે તો બળજબરીથી કઢાવી લેવું એ લુટ છે.
સ્પષ્ટીકરણ.- ગુનેગાર બીજી વ્યકિતને તત્કાલ મૃત્યુ અથવા વ્યથા અથવા ગેરકાયદે અવરોધના ભયમાં મુકે એટલો નજીક હોય તો તે હાજર છે એમ કહેવાય.
(૪) જે કોઇ વ્યકિત લૂંટ કરે તેને દસ વષૅની મુદત સુધીની સખત કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે અને જો લૂંટ રાજમાગૅ ઉપર સુયૅાસ્ત અને સુયૌદય વચ્ચે કરવામાં આવે તો ચૌદ વષૅ સુધીની કેદની શિક્ષા કરી શકાશે.
(૫) જે કોઇ વ્યકિત લૂંટ કરવાની કોશિશ કરે તેને સાત વષૅની મુદત સુધીની સખત કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.
(૬) લૂંટ કરતા અથવા લૂંટ કરવાની કોશિશ કરતા કોઇ વ્યકિત સ્વેચ્છાપુવૅક વ્યથા કરે તો તેને અને તેની સાથે લૂંટ કરવામાં અથવા લૂંટ કરવાની કોશિશ કરવામાં સંડોવાયેલી અન્ય વ્યકિતને આજીવન કેદની અથવા દસ વષૅની મુદત સુધીની સખત કેદની શિક્ષા કરવમાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.
ગુનાઓનુ વગીકરણ
કલમ-૩૦૯(૪) – લૂંટ
૧૦ વષૅ સુધીની સખત કેદ અને દંડ
- પોલીસ અધિકારનો
- બિન-જામીની
- પહેલા વગૅના મેજિસ્ટ્રેટ
-કલમ-૩૦૯(૪) – જો લૂંટ રાજમાગૅ ઉપર સૂયૅ વાસ્ત અને સૂયૌદય વચ્ચે કરવામાં આવે તો ૧૪ વષૅ સુધીની સખત કેદ અને દંડ
- પોલીસ અધિકારનો
- બિન-જામીની
- પહેલા વગૅના મેજિસ્ટ્રેટ
કલમ-૩૦૯(૫) – લૂંટ કરવાની કોશિશ કરવી.
- ૭ વષૅ સુધીની સખત કેદ અને દંડ
- પોલીસ અધિકારનો
- બિન-જામીની
- પહેલા વગૅના મેજિસ્ટ્રેટ
કલમ-૩૦૯(૫) – લૂંટ સાથે વ્યથા કરવી.
આજીવન કેદની અથવા ૧૦ વષૅ સુધીની સખત કેદ અને દંડ
- પોલીસ અધિકારનો
- બિન-જામીની
- પહેલા વગૅના મેજિસ્ટ્રેટ
Copyright©2023 - HelpLaw