ધાડ - કલમ : 310

ધાડ

(૧) પાંચ અથવા વધારે વ્યકિતઓ સાથે મળીને લૂંટ કરે અથવા લૂંટ કરવાની કોશિશ કરે અથવા જે વ્યકિતઓ સાથે મળીને લૂંટ કરતી હોય અથવા કરવાની કોશિશ કરતી હોય અને જે વ્યકિતઓ હાજર રહીને તે લૂંટ કરવામાં અથવા લૂંટ કરવાની કોશિશ કરવામાં મદદ કરતી હોય તે બધી મળીને પાંચ અથવા તેથી વધુ સંખ્યામાં હોય ત્યારે એ રીતે લૂંટ કરતી લૂંટ કરવાની કોશિશ કરતી અથવા તેમાં મદદ કરતી દરેક વ્યકિતએ ધાડ પાડી કહેવાય.

(૨) જે કોઇ વ્યકિત ધાડ પાડે તેને આજીવન કેદની અથવા દસ વષૅની મુદત સુધીની સખત કેદની શિક્ષા કરવમાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.

(૩) સાથે રહીને ધાડ પાડતી હોય એવી પાંચ કે વધુ વ્યકિતઓ પૈકી કોઇ એક એ રીતે ધાડ પાડતી વેળા ખૂન કરે તો તેઓ પૈકીની દરેક વ્યકિતને મોતની અથવા આજીવન કેદની અથવા દસ વષૅથી ઓછી ન હોય તેવી મુદત સુધીની સખત કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.

(૪) જે કોઇ વ્યકિત ધાડ પાડવા માટે કંઇ તૈયારી કરે તેને દસ વષૅની મુદત સુધીની સખત કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.

(૫) જે કોઇ વ્યકિત ધાડ પાડવાના હેતુથી પાંચ કે તેથી વધુ વ્યકિતઓની બનેલી મંડળી પૈકી એક હોય તેને સાત વષૅ સુધીની સખત કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.

(૬) જે કોઇ વ્યકિત રીઢા ધાડપાડુઓની ટોળીમાં સામેલ હોય તેને આજીવન કેદની અથવા દસ વષૅની મુદત સુધીની સખત કેદની શિક્ષા કરવામાં આવશે અને દંડને પણ પાત્ર થશે.

ગુનાઓનુ વગીકરણ

કલમ-૩૧૦(૨)

આજીવન કેદ અથવા ૧૦ વષૅ સુધીની સખત કેદ અને દંડ

- પોલીસ અધિકારનો

- બિન-જામીની

- સેશન્સ ન્યાયાલય

કલમ-૩૧૦(૩)

- મોત આજીવન કેદ અથવા ૧૦ વષૅથી ઓછી નહી તેવી સખત કેદ અને દંડ

- પોલીસ અધિકારનો

- બિન-જામીની

- સેશન્સ ન્યાયાલય

કલમ-૩૧૦(૪)

૧૦ વષૅ સુધીની સખત કેદ અને દંડ

- પોલીસ અધિકારનો

- બિન-જામીની

- સેશન્સ ન્યાયાલય

કલમ-૩૧૦(૫)

- ૭ વષૅ સુધીની સખત કેદ અને દંડ

- પોલીસ અધિકારનો

- બિન-જામીની

- સેશન્સ ન્યાયાલય

કલમ-૩૧૦(૬)

આજીવન કેદ અથવા ૧૦ વષૅ સુધીની સખત કેદ અને દંડ

- પોલીસ અધિકારનો

- બિન-જામીની

- સેશન્સ ન્યાયાલય