બદદાનતથી મિલકતનો દુવિનિયોગ કરવા બાબત
જો કોઇ વ્યકિત બદદાનતથી કોઇ જંગમ મિલકતનો દુવિનિયોગ કરે અથવા તેને પોતાના ઉપયોગમાં લઇ લે તેને છ મહિનાથી ઓછી ન હોય તેવી પણ બે વષૅની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અને દંડની શિક્ષા કરવામાં આવશે.
સ્પષ્ટીકરણ ૧.- થોડા સમય પૂરતો પણ બદદાનતથી વિનીયોગ કરવો એ આ કલમના અથૅ મુજબ દુવિનિયોગ છે.
સ્પષ્ટીકરણ ૨.- કોઇ વ્યકિતને બીજા કોઇના કબજામાં ન હોય એવી વસ્તુ જડે અને
તેના માલિક વતી તેને સાચવવા અથવા તેને પરત કરવાના હેતુથી વસ્તુ તે લઇ લે તો તેણે તે વસ્તુ બદદાનતથી લઇ લીધી ગણાય નહી અથવા તેનો દુવિનિયોગ કયૌ ગણાય નહી અને તેથી તે કોઇ ગુનો કરતો નથી પણ જો તે વ્યકિત તેના માલિકને ઓળખતી હોય અથવા તેને શોધી કાઢવાનું તેની પાસે સાધન હોય છતા અથવા તેના માલીકને શોધીને તેને ખબર આપવાની તેણે તજવીજ કયૅલા પહેલાં અને તેનો માલિક તે પાછી મેળવી શકે એટલા વાજબી સમય માટે તેને પોતાની પાસે રાખ્યા પહેલા તે વસ્તુને પોતાના ઉપયોગમાં લે તો તેણે ઉપર વ્યાખ્યા કયૅતા મુજબનો ગુનો કયૅ । ગણાય. આવા દાખલામાં કેવી તજવીજ યોગ્ય ગણાય અથવા કેટલો સમય યોગ્ય ગણાય તે હકીકતનો પ્રશ્ન છે. જેને કશી વસ્તુ જડે તે વ્યકિત તેના માલિકને ઓળખતી હોવી જોઇએ અથવા અમુક વ્યકિત તે વસ્તુની માલિક છે એમ જાણતી હોવી જોઇએ એ જરૂરનું નથી. તે વસ્તુનો ઉપયોગ કરતી વખતે તે પોતાની હોવાનું માનતી ન હોય અથવા તેનો ખરો માલિક મળી શકે તેમ નથી એમ શુધ્ધબુધ્ધિથી માનતી હોય એટલું પુરતું છે.
ગુનાઓનુ વગીકરણ
- ૬ મહિનાથી ઓછી નહી તેવી પણ ૨ વષૅ સુધીની કેદ અને દંડ
- પોલીસ અધિકાર બહારનો
- જામીની
કોઇપણ મેજિસ્ટ્રેટ
Copyright©2023 - HelpLaw