મૃત્યુ પામેલી વ્યકિત પાસે તેના મૃત્યુ સમયે હોય તે મિલકતનો બદદાનતથી દુવિનિયોગ કરવા બાબત
કોઇ વ્યકિતનું મૃત્યુ થયું તે વખતે તેના કબ્જામાં જે મિલકત હતી તે મિલકત ત્યારથી હજુ સુધી કાયદેસર હકદાર વ્યકિતના કબ્જામાં આવી નથી એવું જાણવા છતા જે કોઇ વ્યકિત તેનો બદદાનતથી દુવિનિયોગ કરે અથવા તેને પોતાના ઉપયોગમાં લઇ લે તેને ત્રણ વષૅની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે અને જે વ્યકિતનું મૃત્યુ થયું તેના મૃત્યુ સમયે જો ગુનેગાર તેના કારકુન અથવા નોકર તરીકે કામ કરતો હોય તો તેને સાત વષૅની મુદત સુધીની કેદની શિક્ષા કરી શકાશે.
ગુનાઓનુ વગીકરણ
ભાગ-૧-
- ૩ વષૅ સુધીની કેદ અને દંડ
- પોલીસ અધિકાર બહારનો
- જામીની
- પહેલા વગૅના મેજિસ્ટ્રેટ
ભાગ-૨ -
- ૭ વષૅ સુધીની કેદ
- પોલીસ અધિકાર બહારનો
- જામીની
- પહેલા વગૅના મેજિસ્ટ્રેટ
Copyright©2023 - HelpLaw