ગુનાહિત વિશ્વાસઘાત - કલમ : 316

ગુનાહિત વિશ્વાસઘાત

(૧) જે કોઇ વ્યકિતને પોતાને કોઇ પણ રીતે કોઇ મિલકત અથવા મિલકત ઉપરનો કોઇ અધિકાર સોંપાયેલો હોય અને મિલકતનો દુવિનિયોગ કરે અથવા તેને પોતાના ઉપયોગમાં લઇ લે અથવા એવા ટ્રસ્ટનો અમલ કરવાની રીત દશૅાવતા કાયદાના આદેશનું અથવા એવા ટ્રસ્ટને સ્પશૅતા પોતે કરેલા કાયદેસરનો કોઇ સ્પષ્ટ કે ગભિત કરારના આદેશનો ભંગ કરીને તે મિલકતનો બદદાનતથી દુવિનિયોગ કરે અથવા તેને પોતાના ઉપયોગમાં લઇ લે અથવા જાણી જોઇને બીજી વ્યકીતને તેમ કરવા દે તો તે ગુનાહિત વિશ્વાસઘાત કરે छे.

સ્પષ્ટીકરણ.- કમૅચારી પ્રોવિડન્ટ ફંડ અને પ્રકીણૅ જોગવાઇઓ અધિનિયમ ૧૯૫૨ ની કલમ-૧૭ હેઠળ મુકિત આપેલ હોય કે ન હોય તે છતા સંસ્થાની માલિક હોય તે વ્યકિત તે સમયે અમલમાં હોય તેવા કોઇ કાયદાથી સ્થપાયેલા પ્રોવિડંટ ફંડ અથવા કુટુંબ પેન્શન ફંડમાં જમા કરવા માટે કામદારને ચુકવવાના વેતનમાંથી કામદારનો ફાળો આપી લે ત્યારે તેણે તેવી રીતે કાપી લીધેલી રકમ પોતાને સોંપવામાં આવી છે એમ ગણાશે અને સદરહુ કાયદાનું ઉલ્લંઘન કરીને તે આવી ફાળાની રકમ ભરવામાં કસૂર કરે તો તેણે ઉપયુકત કાયદાના આદેશનું ઉલ્લંઘન કરીને સદરહુ ફાળાની રકમ બદદાનતપુવૅક વાપરી હોવાનું ગણાશે.

સ્પષ્ટીકરણ.- માલિક હોય તે વ્યકિત કામદાર રાજય વીમા અધિનિયમ ૧૯૪૮ (સન ૧૯૪૮નો ૩૪મો) હેઠળ સ્થપાયેલ કામદાર રાજય વીમા કોર્પોરેશને ધરાવેલ અને તેના દ્રારા વહીવટ થતો હોય તેવા કામદાર રાજય વીમા ફંડમાં જમા કરવા માટે કામદારને ચુકવવાના વેતનમાંથી કામદારનો ફાળો કાપી લે ત્યારે તેણે તેવી રીતે કાપી લીધેલી રકમ પોતાને સોંપવામાં આવી છે એમ ગણાશે અને સદરહુ અધિનિયમનું ઉલ્લંઘન કરી તે સદરહુ ફંડમાં આવી ફાળાની રકમ ભરવામાં કસૂર કરે તો તેણે ઉપર્યુકત કાયદાના આદેશનું ઉલ્લંઘન કરી સદરહુ ફાળાની રકમ બદદાનતપુવૅકથી વાપરી હોવાનું ગણાશે.

(૨) જે કોઇ વ્યકિત ગુનાહિત વિશ્વાસઘાત કરે તેને પાંચ વષૅની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.

(૩) જે કોઇ વ્યકિત પોતાને ભારવાહક ગોદીવાળા અથવા વખારવાળા તરીકે કોઇ મિલકત સોંપાયેલી હોય અને તે મિલકત અંગે ગુનાહિત વિશ્વાસઘાત કરે તેને સાત વષૅની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.

(૪) જે કોઇ વ્યકિત પોતે કારકુન હોય અથવા નોકર હોય અથવા પોતાને કારકુન અથવા નોકર તરીકે કામે રાખેલી હોય અને એવી હેસિયતથી તેને કોઇ મિલકત ઉપરનો અધિકાર કોઇ પણ રીતે સોંપાયેલો હોય અને તે મિલકત અંગે ગુનાહિત વિશ્વાસઘાત કરે તેને સાત વષૅની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.

(૫) જે કોઇ વ્યકિત પોતાને કોઇ રાજય સેવકની હેસિયતથી અથવા પોતાના ધંધાને નાતે બેંકર વ્યાપારી ફેકટર દલાલ એટની અથવા એજન્ટ તરીકે પોતાને કોઇ મિલકત અથવા મિલકત ઉપરનો અધિકાર કોઇપણ રીતે સોંપાયેલો હોય અને તે મિલકત અંગે ગુનાહિત વિશ્વાસઘાત કરે તેને આજીવન કેદની અથવા દસ વષૅની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.

ગુનાઓનુ વર્ગીકરણ

કલમ-૨૧૬(૨) -

- ૫ વષૅ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને

પોલીસ અધિકારનો

- બિન-જામીની

- પહેલા વગૅના મેજિસ્ટ્રેટ

કલમ-૨૧૬(૩) -

- ૭ વષૅ સુધીની કેદ અને દંડ

- પોલીસ અધિકારનો

- બિન-જામીની

- પહેલા વગૅના મેજિસ્ટ્રેટ

કલમ-૨૧૬(૪)-

- ૭ વષૅ સુધીની કેદ અને દંડ

- પોલીસ અધિકારનો

- બિન-જામીની

- પહેલા વગૅના મેજિસ્ટ્રેટ

કલમ-૨૧૬(૫)-

- આજીવન કેદ અથવા ૧૦ વષૅ સુધીની કેદ અને દંડ

- પોલીસ અધિકારનો

- બિન-જામીની

- પહેલા વગૅના મેજિસ્ટ્રેટ