ચોરીનો માલ - કલમ : 317

ચોરીનો માલ

(૧) જે માલનો કબ્જો ચોરીથી અથવા બળજબરીથી કઢાવી લેવાથી અથવા લૂંટ અથવા ઠગાઇથી તબદીલ થયો હોય તેમજ જે માલનો ગુનાહિત દુવિનિયોગ થયો હોય અથવા જેના અંગે ગુનાહિત વિશ્વાસઘાત થયો હોય તે ચોરીનો માલ કહેવાય છે પછી ભલે એવી તબદીલી અથવા એવો દૂવિનિયોગ કે વિશ્વાસઘાત ભારતમાં કે ભારત બહાર કરવામાં આવ્યો હોય પણ જો એવો માલ ત્યાર પછી તેના કબ્જા માટે કાયદેસર રીતે હકકદાર વ્યકિતના કબ્જામાં આવી જાય તો તે ચોરીનો માલ રહેતો નથી.

(૨) જે કોઇ વ્યકિત ચોરીનો માલ તે ચોરાયેલો છે એવું જાણવા છતા અથવા પોતાને એમ માનવાને કારણ હોવા છતા લે અથવા રાખે તેને ત્રણ વષૅની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.

(૩) જે કોઇ વ્યકિત કોઇ માલનો કબ્જો ધાડ પાડીને તબદીલ થયો હોવાનું પોતે જાણતી હોય અથવા પોતાને એમ માનવાને કારણ હોય તેવો ચોરીનો માલ બદદાનતથી લે અથવા રાખે અથવા જે વ્યકિત ધાડપાડુની ટોળકીમાંની એક છે અથવા હતી એવું પોતે જાણતી હોય તેની પાસેથી જે માલ ચોરાયેલો છે એવું પોતે જાણતી હોય અથવા પોતાને એમ માનવાને કારણ હોય એવો માલ બદદાનતથી લે તેને આજીવન કેદની અથવા દસ વષૅની મુદત સુધીની સખત કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.

(૪) જે કોઇ વ્યકિત ચોરીનો માલ છે એમ પોતે જાણતી હોય અથવા પોતાને એમ માનવાને કારણ હોય એવો માલ કાયમ લે અથવા આપ લે કરે તેને આજીવન કેદની અથવા દસ વષૅની મેદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.

(૫) જે કોઇ વ્યકિત ચોરીનો માલ છે એમ પોતે જાણતી હોય અથવા પોતાને એમ માનવાને કારણ હોય તેવો માલ છુપાવવામાં અથવા તેનો નિકાલ કરવમાં કે તેને સગેવગે કરવામાં સ્વેચ્છાપુવૅક મદદ કરે તેને ત્રણ વષૅની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.

ગુનાઓનુ વર્ગીકરણ

કલમ-૨૧૭(૨)-

- ૩ વષૅ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને

- પોલીસ અધિકારનો

· બિન-જામીની

- કોઇપણ મેજિસ્ટ્રેટ

કલમ-૨૧૭(૩) -

- આજીવન કેદ અથવા ૧૦ વષૅ સુધીની સખત કેદ અને દંડ

- પોલીસ અધિકારનો

- બિન-જામીની

- સેશન્સ ન્યાયાલય

કલમ-૨૧૭(૪) -

- આજીવન કેદ અથવા ૧૦ વષૅ સુધીની કેદ અને દંડ

- પોલીસ અધિકારનો

- બિન-જામીની

- સેશન્સ ન્યાયાલય

કલમ-૨૧૭(૫) -

- ૩ વષૅ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને

- પોલીસ અધિકારનો

- બિન-જામીની

- સેશન્સ ન્યાયાલય