ઠગાઇ - કલમ : 318

ઠગાઇ

(૧) જે કોઇ વ્યકિત બીજી વ્યકિતને છેતરીને તેને કોઇને કંઇ મિલકત આપી દેવા અથવા કંઇ મિલકત કોઇ પાસે રહેવા દેવાની સંમતિ આપવા કપટપુવૅક અથવા બદદાનતથી લલચાવે અથવા તે બીજી વ્યકિત છેતરાઇ ન હોત અને જે ન કરત તે કરવા અથવા જે કરત તે ન કરવા ઇરાદાપુવૅક લલચાવે અને જો એવા કૃત્ય અથવા કાયૅલોપથી તે બીજી વ્યકિતના શરીર મન પ્રતિષ્ઠા કે મિલકતને નુકશાન અથવા હાનિ થાય અથવા થવાનો સંભવ હોય તો તેણે ઠગાઇ કરી કહેવાય.

સ્પષ્ટીકરણ.- બદદાનતથી હકીકત છુપાવવી તે પણ આ કલમના અર્થમાં છેતરપિંડી છે.

(૨) જે કોઇ વ્યકિત ઠગાઇ કરે તેને ત્રણ વષૅની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.

(૩) જે કોઇ વ્યકિત કોઇ વ્યવહાર અંગે ઠગાઇ કરવામાં આવી હોય તે વ્યવહારમાં જેનુ હિત જાળવવા પોતે કાયદાથી અથવા કાયદેસરના કારરથી બંધાયેલી હોય તે વ્યકિતને તેમ કરવાથી નુકશાન થવાનો સંભવ છે એવી જાણકારી સાથે ઠગાઇ કરે તેને પાંચ વષૅની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.

(૪) જે કોઇ વ્યકિત ઠગાઇ કરે અને એમ કરીને કોઇ મિલકત આપી દેવા અથવા કોઇ કિંમતી જાીમનગીરી અથવા સહી કે સિકકો કરેલી અને કિંમતી જામીનગીરીમાં ફેરવી શકાય તેવી કોઇ વસ્તુ પૂરેપૂરી અથવા આંશિક કરી આપવા તેમા ફેરફાર કરવા અથવા તેનો નાશ કરવા માટે છેતરાયેલી વ્યકિતને બદદાનતથી લલચાવે તેને સાત વષૅની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.

ગુનાઓનુ વગીકરણ

કલમ-૨૧૮(૨)-

- ૩ વષૅ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને

- પોલીસ અધિકાર બહારનો

-જામીની

- કોઇપણ મેજિસ્ટ્રેટ

કલમ-૨૧૮(૩)-

- ૫ વષૅ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને

- પોલીસ અધિકાર બહારનો

- જામીની

- કોઇપણ મેજિસ્ટ્રેટ

કલમ-૨૧૮(૪)-

- ૭ વષૅ સુધીની કેદ અને દંડ

- પોલીસ અધિકારનો

- બિન-જામીની

- પહેલા વગૅના મેજિસ્ટ્રેટ