
ખોટા નામે ઠગાઇ કરવા બાબત
(૧) પોતે અમુક બીજી વ્યકિત છે એવું ખોટુ જણાવીને અથવા જાણી જોઇને એક વ્યકિતને બદલે બીજી વ્યકિતને મુકીને અથવા પોતે અથવા બીજી વ્યકિત ખરેખર જે હોય તેથી કોઇ જુદી વ્યકિત છે એવી રજુઆત કરીને કોઇ વ્યકિત ઠગાઇ કરે તો તેણે ખોટા નામે ઠગાઇ કરી કહેવાય.
સ્પષ્ટીકરણ.- જેનુ નામ ખોટી રીતે ધારણ કર્યું હોય તે વ્યકિત ખરી હોય કે કાલ્પનિક હોય તો પણ આ ગુનો બને છે.
(૨) જે કોઇ વ્યકિત ખોટા નામે ઠગાઈ કરે તેને પાંચ વષૅની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.
ગુનાઓનુ વર્ગીકરણ
કલમ-૨૧૯(૨) -
- ૫ વષૅ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને
- પોલીસ અધિકારનો
- જામીની
- કોઇપણ મેજિસ્ટ્રેટ
Copyright©2023 - HelpLaw