લેણદારો વચ્ચે વહેંચણી થતી અટકાવવા માટે મિલકત બદદાનતથી અથવા કપટપુવૅક ખસેડવા અથવા છુપાવવા બાબત
જે કોઇ વ્યકિત કોઇ મિલકતને પોતાના અથવા બીજી કોઇ વ્યકિતના લેણદારો વચ્ચે કાયદા અનુસાર વહેંચાતી અટકાવવાના ઇરાદાથી અથવા તેમ કરવાથી તે કહેંચાતી અટકશે એવો સંભવ હોવાનું જાણવા છતા તે મિલકત બદદાનતથી અથવા કપટપુવૅક ખસેડે છુપાવે અથવા બીજી કોઇ વ્યકિતને આપી દે અથવા પૂરતા અવેજ વગર કોઇ વ્યકિતને તબદીલ કરે અથવા કરાવી આપે તેને છ મહિના કરતાં ઓછી ન હોય તેવી પણ બે વષૅની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.
ગુનાઓનુ વર્ગીકરણ
- ૬ મહિનાથી ઓછી ન હોય તેવી પણ ૨ વષૅ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને
- પોલીસ અધિકાર બહારનો
- જામીની
- કોઇપણ મેજિસ્ટ્રેટ
Copyright©2023 - HelpLaw