અવેજ વિશે ખોટા કથનવાળું તબદીલી ખત બદદાનતથી અથવા કપટપુવૅક કરી આપવા બાબત
જે કોઇ વ્યકિત કોઈ ખત કે લેખથી કોઇ મિલકત ખત અથવા તેમાંનુ કંઇ હિત તબદીલ થયાનું અથવા કોઇ બોજાને આધીન થયાનું અભિપ્રેત થતું હોય અને કોઇ ખત કે લેખમાં તબદીલી કે બોજાના અવેજ સબંધી અથવા જે વ્યકિત કે વ્યકિતઓના ઉપયોગ કે લાભ માટે તેનો અમલ કરવાનો ખરેખર ઇરાદો હોય તેના સબંધી કોઇ ખોટું કથન હોય એવા ખત કે લેખમાં બદદાનતથી અથવા કપટપુવૅક સહી કરે તે ખત કે લેખ કરી આપે અથવા તેમા પક્ષકાર બને તેને ત્રણ વષૅની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.
ગુનાઓનુ વગીકરણ
- ૩ વષૅ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને
- પોલીસ અધિકાર બહારનો
- જામીની
- કોઇપણ મેજિસ્ટ્રેટ
Copyright©2023 - HelpLaw