ઇજા, ડૂબાડીને, અગ્નિ અથવા વિસ્ફોટક પદાથૅ વિગેરે દ્રારા બગાડ કરવા બાબત - કલમ : 326

ઇજા, ડૂબાડીને, અગ્નિ અથવા વિસ્ફોટક પદાથૅ વિગેરે દ્રારા બગાડ કરવા બાબત

જે કોઇ વ્યકિત

(એ) કોઇ કૃત્યથી ખેતીવાડીના હેતુઓ માટે અથવા માણસોના કે કોઇની માલિકીના પશુઓના ખોરાક અથવા પાણી માટે અથવા સફાઇ માટે અથવા કોઇ કારખાનું ચલાવવા માટે પાણીના પુરવઠામાં ઘટાડો થાય અથવા જેથી ઘટાડો થવાનો સંભવ હોવાનું પોતે જાણતી હોય એવું કૃત્ય કરીને બગાડ કરે તેને પાંચ વષૅની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામા; આવશે.

(બી) જે કૃત્યથી કોઇ જાહેર માગૅ, પૂલ, નૌકાગમ્ય નદી અથવા કુદરતી કે કૃત્રિમ એવી કોઇ નૌકાગમ્ય નહેર જવા આવવા માટે અથવા માલ લઇ જવા લાવવા માટે નકામી અથવા ઓછી સલામત બને અથવા જેથી એમ બનવાનો સંભવ હોવાનું પોતે જાણતી હોય તેવું કૃતય કરીને બગાડ કરે તેને પાંચ વષૅની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.

(સી) જે કૃત્યથી હાનિ અથવા નુકશાન થાય એ રીતે કોઇ જાહે ગટર ઊભરાઇ જાય અથવા તેમા રૂકાવટ થાય અથવા જેથી તેમ થવાનો સંભવ હોવાનું પોતે જાણતી હોય એવું કૃત્ય કરીને બગાડ કરે તેને પાંચ વષૅની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.

(ડી) કોઇ રેલ, હવાઇ જહાજ અથવા વહાણની નિશાની અથવા સિગ્નલ તરીકે ઉપયોગમાં લેવાતી અથવા નેવિગેટસૅના માગૅદશૅન માટે મુકેલી બીજી કોઇ વસ્તુનો નાશ કરીને અથવા તેને હટાવીને અથવા તેવી નિશાની અથવા સિગ્નલને નેવિગેટસૅના માગૅદશૅન માટે ઓછી ઉપયોગી બનાવે તેવું કોઇ કૃત્ય કરીને બગાડ કરે તેને સાત વષૅની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.

(ઇ) કોઇ રાજય સેવકના અધિકારથી ખોડેલી જમીનની નિશાનીનો નાશ કરીને અથવા તેને હટાવીને અથવા તેને એવી નિશાની તરીકે ઓછી ઉપયોગી બનાવી દે તેવું કૃત્ય કરીને જે કોઇ વ્યકિત બગાડ કરે તેને એક વષૅની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.

(એફ) ખેતપેદાશ સહિતની કોઇપણ મિલકતને નુકશાન કરવાના ઇરાદાથી અથવા એથી એવું નુકશાન થવાનો સંભવ છે એમ જાણવા છતાં આગ અથવા સ્ફોટક પદાથૅથી બગાડ કરે તેને સાત વષૅની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.

(જી) સામાન્ય રીતે ધમૅસ્થાન તરીકે અથવા માણસોના રહેઠાણ તરીકે અથવા માલસામાન રાખવાની જગા તરીકે ઉપયોગમાં લેવાતા મકાનનો નાશ કરવાના ઇરાદાથી અથવા એથી તેનો નાશ થવાનો સંભવ છે એમ જાણવા છતાં આગ અથવા સ્ફોટક પદાથૅથી બગાડ કરે તેને આજીવન કેદની અથવા દસ વષૅની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પાત્ર પણ થશે.

ગુનાઓનુ વગીકરણ

કલમ-૩૨૬(એ) -

- ૫ વષૅ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને

- પોલીસ અધિકારનો

- જામીની

- પહેલા વગૅના મેજિસ્ટ્રેટ

કલમ-૩૨૬(બી)

- ૫ વષૅ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને

- પોલીસ અધિકારનો

- જામીની

- પહેલા વગૅના મેજિસ્ટ્રેટ

કલમ-૩૨૬(સી) -

- ૫ વષૅ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને

- પોલીસ અધિકારનો

- જામીની

- પહેલા વગૅના મેજિસ્ટ્રેટ

કલમ-૩૨૬(ડી) -

૭ વષૅ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને

- પોલીસ અધિકારનો

- પહેલા વગૅના મેજિસ્ટ્રેટ

-જામીની

કલમ-૩૨૬(ઇ) -

- ૧ વષૅ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને

- પોલીસ અધિકાર બહારનો

- જામીની

- કોઇપણ મેજિસ્ટ્રેટ

કલમ-૩૨૭(એફ) -

- ૭ વષૅ સુધીની કેદ અને દંડ

- પોલીસ અધિકારનો

-કલમ-૩૨6(જી) -

- આજીવન કેદ અથવા ૧૦ વષૅ સુધીની કેદ અને દંડ

- પોલીસ અધિકારનો

- બિન-જામીની

- સેશન્સ ન્યાયાલય