રેલ હવાઇ જહાજ અથવા તુતકવાળા વહાણનો અથવા વીસ ટન ભારવાળા વહાણનો નાશ કરવાના અથવા તેને બિનસલામત બનાવવાના ઇરાદાથી બગાડ કરવા બાબત
(૧) જે કોઇ વ્યકિત કોઇ રેલ, હવાઇ જહાજ અથવા કોઇ તૂતકવાળા વહાણનો અથવા વીસ ટન અથવા તેથી વધુ વજનના ભારવાળા વહાણનો નાશ કરવાના અથવા તે વહાણને બિનસલામત બનાવવાના ઇરાદાથી અથવા એથી તેનો નાશ થવાનો અથવા તે બિનસલામત બનવાનો સંભવ છે એમ જાણવા છતા તેવી રેલ, હવાઈ જહાજ અથવા વહાણમાં બગાડ કરે તેને દસ વષૅની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.
(૨) જે કોઇ વ્યકિત આગથી અથવા સ્ફોટક પદાથૅથી પેટા કલમ (૧)માં વણૅવેલો બગાડ કરે અથવા કરાવવાની કોશિશ કરે તેને આજીવન કેદની અથવા દસ વષૅની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.
ગુનાઓનુ વર્ગીકરણ
કલમ-૩૨૭(૧) -
૧૦ વષૅ સુધીની કેદ અને દંડ
- પોલીસ અધિકારનો
- બિન-જામીની
- સેશન્સ ન્યાયાલય
કલમ-૩૨૭(૨)-
- આજીવન કેદ અથવા ૧૦ વષૅ સુધીની કેદ અને દંડ
- પોલીસ અધિકારનો
- બિન-જામીની
- સેશન્સ ન્યાયાલય
Copyright©2023 - HelpLaw