ચોરી વગેરે કરવાના ઇરાદાથી વહાણને ઇરાદા પુવૅક ખરાબા ઉપર અથવા કિનારા ઉપર ચડાવી દેવા બદલ શિક્ષા
જે કોઇ વ્યકિત કોઇ વહાણમાંના માલની ચોરી કરવાના અથવા તેનો બદદાનતથી દુવિનિયોગ કરવાના ઇરાદાથી અથવા તે માલની ચોરી કે દુવિનિયોગ કરવામાં આવે એવા ઇરાદાથી તે વહાણને ઇરાદાપુવૅક ખરાબા ઉપર અથવા કિનારા ઉપર ચડાવી દે તેને દસ વષૅની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.
ગુનાઓનુ વગીકરણ
૧૦ વષૅ સુધીની કેદ અને દંડ
- પોલીસ અધિકારનો
- બિન-જામીની
- સેશન્સ ન્યાયાલય
Copyright©2023 - HelpLaw