ગુનાહિત અપ-પ્રવેશ અને ગુનાહિત ગૃહપ્રવેશ - કલમ : 329

ગુનાહિત અપ-પ્રવેશ અને ગુનાહિત ગૃહપ્રવેશ

(૧) જે કોઇ વ્યકિત બીજાના કબ્જાની મિલકતમાં કે તે મિલકતની ઉપર ગુનો કરવાના અથવા મિલકતની કબ્જેદાર વ્યકિતને ધમકી દેવાના અપમાન કરવાના અથવા ત્રાસ આપવાના ઇરાદાથી પ્રવેશ કરે અથવા તે એવી મિલકતમાં કે તેની ઉપર કાયદેસર રીતે પ્રવેશ કરીને એવી કોઇ વ્યકિતને ધમકી દેવાના તેનું અપમાન કરવાના અથવા તેને ત્રાસ આપવાના ઇરાદાથી અથવા કોઇ ગુનો કરવાના ઇરાદાથી ત્યાં ગેરકાયદેસર રીતે રહે તેણે ગુનાહિત અપ પ્રવેશ કયો કહેવાય.

(૨) જે કોઇ વ્યકિત માણસોના રહેઠાણ તરીકે ઉપયોગમા લેવાતા મકાન, તંબુ અથવા વહાણમાં અથવા ધમૅસ્થાન તરીકે અથવા માલ સામાન રાખવાની જગા તરીકે ઉપયોગમાં લેવાતા મકાનમાં પ્રવેશ કરીને અથવા તેમાં રહીને ગુનાહિત અપ પ્રવેશ કરે તેને ગૃહ અપ પ્રવેશ કર્યો કહેવાય.

સ્પષ્ટીકરણ.- ગુનાહિત અપ પ્રવેશ કરનારી વ્યકિતના શરીરના કોઇ પણ ભાગનો પ્રવેશ થવો તે ગૃહ અપ-પ્રવેશનો ગુનો બનવા માટે પુરતુ છે.

૩) જે કોઇ વ્યકિત ગુનાહિત અપ પ્રવેશ કરે તેને ત્રણ મહિનાની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા પાંચ હજાર રૂપિયા સુધીના દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.

(૪) જે કોઇ વ્યકિત ગૃહ અપ પ્રવેશ કરે તેને એક વષૅની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા પાંચ હજાર રૂપિયા સુધીના દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.

ગુનાઓનુ વગીકરણ

કલમ-૩૨૯(૩) -

- ૩ મહિના સુધીની કેદ અથવા ૫૦૦૦ રૂપિયા સુધીનો દંડ અથવા બંને

- પોલીસ અધિકારનો

- જામીની

- કોઇપણ મેજિસ્ટ્રેટ

કલમ-૩૨૯(૪)-

- ૧ વષૅ સુધીની કેદ અથવા ૫૦૦૦ રૂપિયા સુધીનો દંડ અથવા બંને

- પોલીસ અધિકારનો

- જામીની