ગુપ્ત ગૃહ અપ-પ્રવેશ અને ઘરડોડ - કલમ : 330

ગુપ્ત ગૃહ અપ-પ્રવેશ અને ઘરડોડ

(૧) જે કોઇ વ્યકિત કોઇ મકાન, તંબુ અથવા વહાણમા અપ પ્રવેશ થયો હોય તેમાં અપ પ્રવેશ કરનારને આવવા ન દેવાનો અથવા તેમાંથી કાઢી મુકવાનો જેને હક હોય એવી કોઇ વ્યકિતથી એવો ગૃહ અપ પ્રવેશ છાનો રાખવા તકેદારી રાખીને ગૃહ અપ અપ-પ્રવેશ કરે તેણે ગુપ્ત ગૃહ અપ-પ્રવેશ કર્યો કહેવાય.

(૨) ગૃહ આપ-પ્રવેશ કરનારી વ્યકિત નીચે દશૅાવેલા છ પ્રકારોમાંથી કોઇ પ્રકારે ઘરમાં અથવા તેના કોઇ ભાગમાં પ્રવેશ કરે અથવા પોતે ગુનો કરવા માટે ઘરમાં કે તેના કોઇ ભાગમાં ભરાઇ રહી ગુનો કરીને નીચેના માંથી કોઇ પ્રકારે ઘરમાંથી બહાર નીકળી જાય તો તેણે ઘરફોડ ચોરી કરી કહેવાય જેવી કે

(એ) ગૃહ અપ પ્રવેશ કરવા માટે તેણે પોતે અથવા અપ-પ્રવેશના દુસ્પ્રેરકે કરેલા રસ્તા વાટે પ્રવેશ કરે અથવા બહાર નીકળી જાય

(બી) તેના અથવા ગુનાના દુસ્પ્રેરક સિવાય કોઇએ માણસોની આવ-જા માટે નહીં ધારેલા રસ્તા વાટે અથવા કોઇ દિવાલ કે મકાન ઉપર નીસરણીથી અથવા બીજી રીતે ચડી જઇને પ્રવેશ કરે અથવા બહાર નીકળી જાય.

(સી) ઘરનો ભોવટો કરનારે જે સાધનો વડે કોઇ રસ્તો ખોલવા ધાર્યું ન હોય તે સાધનો વડે પોતે અથવા ગૃહ અપ-પ્રવેશના દુષ્ટેરકે ગૃહ અપ પ્રવેશ કરવા માટે ખોલી નાખેલા રસ્તા વાટે પ્રવેશ કરે અથવા બહાર નીકળી જાય.

(ડી) ગૃહ આપ-પ્રવેશ કરવા માટે અથવા ગૃહ અપ-પ્રવેશ કયૅ પછી તે ઘરમાંથી નીકળવા માટે કોઇ તાળુ ખોલીને પ્રવેશ કરે અથવા બહાર નીકળી જાય.

(ઇ) ગુનાહિત બળનો ઉપયોગ કરીને અથવા હુમલો કરીને અથવા કોઇ વ્યકિતને હુમલો કરવાની ધમકી આપીને પ્રવેશ કરે અથવા ત્યાંથી બહાર નીકળી જાય.

(એફ) જે રસ્તો આવવા જવા માટે બંધ કરી દેવામાં આવ્યો હોવાનું પોતે જાણતી હોય અને જેને પોતે અથવા ગૃહ અપ પ્રવેશના દુષ્મેરકે ખોલી નાખ્યો હોય એવા રસ્તા વાટે પ્રવેશ કરે અથવા બહાર નીકળી જાય.

સ્પષ્ટીકરણ.- કોઇ ઘરની સાથે ઉપયોગમાં લેવાતા ઉપ-ઘર અથવા મકાનની અને તે ઘરની વચ્ચે અવર-જવર માટે સીધો આંતરિક રસ્તો હોય તે ઉપ-ઘર કે મકાન આ કલમના અર્થમાં તે ઘરનો ભાગ છે.