ગૃહ અપ પ્રવેશ અથવા ઘરફોડ માટેની શિક્ષા
(૧) જે કોઇ વ્યકિત ગૃપ્ત ગૃહ અપ-પ્રવેશ કરે અથવા ઘરફોડ કરે તેને બે વષૅની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.
(२) જે કોઇ વ્યકિત સૂયૅશાસ્ત પછી અને સૂયોદય પહેલાં ગુપ્ત ગૃહ અપ પ્રવેશ કરે અથવા ઘરફોડ કરે તેને ત્રણ વષૅની મુદત સુધીની બેમાંથી કોઇ એક પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.
(૩) જે કોઇ વ્યકિત કેદની શિક્ષાને પાત્ર ગુનો કરવા માટે ગુપ્ત ગૃહ અપ પ્રવેશ કરે અથવા ઘરફોડ કરે તેને ત્રણ વષૅની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે. અને કરવા ધારેલો ગુનો ચોરીનો હોય તો તેને દસ વષૅની મુદત સુધીની કેદની શીક્ષા કરી શકાશે.
(૪) જે કોઇ વ્યકિત કેદની શિક્ષાને પાત્ર ગુનો કરવા માટે સૂયૅકાસ્ત પછી અને સૂયૌદય પહેલા ગુપ્ત ગૃહ અપ પ્રવેશ કરે અથવા ઘરફોડ કરે તેને પાંચ વષૅની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે અને કરવા ધારેલો ગુનો ચોરીનો હોય તો તેને ચૌદ વષૅની મુદત સુધીની કેદની શિક્ષા કરી શકશે.
(૫) જે કોઇ વ્યકિત બીજી વ્યકિતને વ્યથા કરવા અથવા તેના ઉપર હુમલો કરવા અથવા તેનો ગેરકાયદે અવરોધ કરવાની અથવા તેને વ્યથાને કે હુમલાનો ગેરકાયદે અવરોધનો ભય ઊભો કરવાની તૈયારી કરીને ગુપ્ત ગૃહ અપ પ્રવેશ કરે અથવા ઘરફોડ કરે તેને દસ વષૅની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.
(૬) જે કોઇ વ્યકિત બીજી કોઇ વ્યકિતને વ્યથા કરવા અથવા તેના ઉપર હુમલો કરવા માટેની અથવા તેને ગેરકાયદે અવરોધ કરવાની અથવા તેને વ્યથાનો કે હુમલાનો કે ગેરકાયદે અવરોધનો ભય ઊભો કરવાની તૈયારી કરીને સૂયૅાસ્ત પછી અને સૂયૌદય પહેલા ગુપ્ત ગૃહ અપ પ્રવેશ કરે અથવા ઘરફોડ કરે તેને ચૌદ વષૅની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.
(૭) જે કોઇ વ્યકિત ગુપ્ત ગૃહ અપ પ્રવેશ કરતી વખતે અથવા ઘરફોડ કરતી વખતે બીજી કોઇ વ્યકિતને મહાવ્યથા કરે અથવા તેનું મૃત્યુ નિપજાવવાની અથવા મહાવ્યથા કરવાની કોશિશ કરે તેને આજીવન કેદની અથવા દસ વષૅની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.
(૮) સૂર્યાસ્ત પછી અને સૂયૌદય પહેલા ગુપ્ત ગૃહ અપ પ્રવેશ કરતી વખતે અથવા ઘરફોડ કરતી વખતે ગુનેગાર સ્વેચ્છાપુવૅક કોઇ વ્યકિતનું મૃત્યુ નિપજાવે કે તેને મહાવ્યથા કરે અથવા મૃત્યુ નિપજાવવાની કે મહાવ્યથા કરવાની કોશિશ કરે તો સૂયૅાસ્ત પછી અને સૂયૌદય પહેલા ગુપ્ત ગૃહ અપ પ્રવેશ કરવામાં અથવા ઘરફોડ કરવામાં સંયુકત રીતે સામેલ હોય તે દરેક વ્યકિતને આજીવન કેદની અથવા દસ વષૅની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.
ગુનાઓનુ વગર્ગીકરણ
કલમ-૩૩૧(૧)-
૨ વષૅ સુધીની કેદ અને દંડ
- પોલીસ અધિકારનો
- બિન-જામીની
- કોઇપણ મેજિસ્ટ્રેટ
કલમ-૩૩૧(૨)-
- ૩ વષૅ સુધીની કેદ અને દંડ
- પોલીસ અધિકારનો
- બિન-જામીની
- કોઇપણ મેજિસ્ટ્રેટ
કલમ-૩૩૧(૩)-
૩ વષૅ સુધીની કેદ અને દંડ
- પોલીસ અધિકારનો
- બિન-જામીની
- કોઇપણ મેજિસ્ટ્રેટ
કલમ-૩૩૧(૩) – જો ગુનો ચોરીનો હોય તો
- ૧૦ વષૅ સુધીની કેદ અને દંડ
પોલીસ અધિકારનો
- બિન-જામીની
- પહેલા વગૅના મેજિસ્ટ્રેટ
કલમ-૩૩૧(૪)-
- ૫ વષૅ સુધીની કેદ અને દંડ
- પોલીસ અધિકારનો
- બિન-જામીની
- કોઇપણ મેજિસ્ટ્રેટ
કલમ-૩૩૧(૪) – જો ગુનો ચોરીનો હોય તો
- ૧૪ વષૅ સુધીની કેદ અને દંડ
- પોલીસ અધિકારનો
- બિન-જામીની
- કોઇપણ મેજિસ્ટ્રેટ
કલમ-૩૩૧(૫)-
૧૦ વષૅ સુધીની કેદ અને દંડ
- પોલીસ અધિકારનો
- બિન-જામીની
- પહેલા વગૅના મેજિસ્ટ્રેટ
- કલમ-૩૩૧(૬) -
૧૪ વષૅ સુધીની કેદ અને દંડ
- પોલીસ અધિકારનો
- બિન-જામીની
- પહેલા વગૅના મેજિસ્ટ્રેટ
કલમ-૩૩૧(૭)-
- આજીવન કેદ અથવા ૧૦ વષૅ સુધીની કેદ અને દંડ
- પોલીસ અધિકારનો
- બિન-જામીની
- સેશન્સ ન્યાયાલય
કલમ-૩૩૧(૮)-
- આજીવન કેદ અથવા ૧૦ વષૅ સુધીની કેદ અને દંડ
- પોલીસ અધિકારનો
- બિન-જામીની
- સેશન્સ ન્યાયાલય
Copyright©2023 - HelpLaw