મોતની શિક્ષાને પાત્ર ગુનો કરવા માટે ગૃહ અપ-પ્રવેશ
જે કોઇ વ્યકિત નીચેનો ગુનો કરવા માટે ગૃહ અપપ્રવેશ કરે
(એ) મોતની શિક્ષાને પાત્ર ગુનો કરવા માટે ગૃહ અપ પ્રવેશ કરે તેને આજીવન કેદની અથવા દસ વષૅની મુદત સુધીની સખ્ત કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.
(બી) મોતની શિક્ષાને પાત્ર ગુનો કરવા માટે ગૃહ અપ-પ્રવેશ કરે તેને દસ વષૅની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.
(સી) કેદની શિક્ષાને પાત્ર ગુનો કરવા માટે ગૃહ અપ-પ્રવેશ કરે તેને બે વષૅની મુદત સુધીની બેમાંથી કોઈ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે. પરંતુ કરવા ધારેલો ગુનો ચોરીનો હોય તો તેને સાત વષૅની મુદત સુધીની કેદની શિક્ષા કરી શકાશે.
ગુનાઓનુ વર્ગીકરણ
કલમ-૩૩૨(એ) -
-આજીવન કેદ અથવા ૧૦ વષૅ સુધીની કેદ અને દંડ
- પોલીસ અધિકારનો
- બિન-જામીની
- સેશન્સ ન્યાયાલય
કલમ-૩૩૨(બી) -
- ૧૦ વર્ષ સુધીની કેદ અને દંડ
- પોલીસ અધિકારનો
- બિન-જામીની
-સેશન્સ ન્યાયાલય
કલમ-૩૩૨(સી) -
- ૨ વષૅ સુધીની કેદ અને દંડ - પોલીસ અધિકારનો
- જામીની
- કોઇપણ મેજિસ્ટ્રેટ
કલમ-૩૩૨(સી) – જો ગુનો ચોરીનો હોય તો
- ૭ વષૅ સુધીની કેદ અને દંડ
-પોલીસ અધિકારનો
-જામીની
- કોઇપણ મેજિસ્ટ્રેટ
Copyright©2023 - HelpLaw