જે પાત્રમાં માલમતા હોય તેને બદદાનતથી ખોલી નાખવા બાબત - કલમ : 334

જે પાત્રમાં માલમતા હોય તેને બદદાનતથી ખોલી નાખવા બાબત

(૧) જે કોઇ વ્યકિત કોઇ પાત્રમાં માલમતા હોય અથવા માલમતા હોવાનું પોતે માનતી હોય તેવા કોઈ બંધ પાત્રને બદદાનતથી અથવા બગાડ કરવાના ઇરાદાથી ખોલી નાખે અથવા તેને ઉઘાડી નાખે તેને બે વષૅની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.

(૨) જે કોઇ વ્યકિત કોઇ પાત્રમાં માલમતા હોય તેવું અથવા જેમા માલમતા હોવાનું પોતે માનતી હોય તેવું કોઇ બંધ પાત્ર પોતાને સોંપાયેલું હોય તેમજ પોતાને તે ખોલવાનો અધિકાર ન હોય અને બદદાનતથી અથવા બગાડ કરવાના ઇરાદાથી તે ખોલી નાખે અથવા ઉઘાડી નાખે તેને ત્રણ વષૅની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.

ગુનાઓનુ વગીકરણ

કલમ-૩૩૪(૧)-

- ૨ વષૅ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને

- પોલીસ અધિકારનો

- બિન-જામીની

- કોઇપણ મેજિસ્ટ્રેટ

કલમ-૩૩૪(૨)-

- ૩ વષૅ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને

- પોલીસ અધિકારનો

- જામીની

- કોઇપણ મેજિસ્ટ્રેટ