ખોટો દસ્તાવેજ બનાવવો
જે કોઇ વ્યકિત
(એ) બદદાનતથી અથવા કપટપુવૅક
(૧) દસ્તાવેજ કે દસ્તાવેજનો કોઇ ભાગ બનાવે તેમાં સહી કરે તેના ઉપર સિકકો કરે
(૨) ઇલેકટ્રોનિક રેકડૅ અથવા ઇલેકટ્રોનિક રેકડૅનો કોઇ ભાગ બનાવે અથવા પ્રસારિત કરે
(૩) કોઇપણ ઇલેકટ્રોનિક રેકડૅ પર કોઇપણ ઇલેકટ્રોનિક સહી કરે (લાગડે)
(૪) દસ્તાવેજ કરી આપવામાં આવ્યો છે તેવી અથવા ઇલેકટ્રોનિક સહીની અધિકૃતતા દશૅ વાવતી કોઇ નિશાની કરે જે એમ મનાવવાના ઇરાદાથી કરે કે આવો દસ્તાવેજ અથવા દસ્તાવેજનો કોઇ ભાગ ઇલેકટ્રોનિક રેકડૅ અથવા ઇલેકટ્રોનિક સહી જે વ્યકિતએ અથવા જે વ્યકિતના અધિકારથી બનાવ્યો નથી તેના ઉપર સહી કરી નથી તેના ઉપર સહી કરી નથી તેના ઉપર સિકકો કૌ નથી કે તે કરી આપ્યો નથી અથવા લગાડેલ નથી એવું પોતે જાણતી હોય તે વ્યકિતએ અથવા તે વ્યકિતના અધિકારથી બનાવ્યો છે તેના ઉપર સહી કરી છે તેના ઉપર સિકકો કર્યો છે કે તે કરી આપ્યો છે પ્રસારિત કર્યો છે અથવા લગાડેલ છે અથવા
(બી) પોતે અથવા બીજી કોઇ વ્યકિતએ કોઇ દસ્તાવેજ અથવા ઇલેકટ્રોનિક રેકડૅ બનાવ્યા પછી તે કરી આપ્યા પછી અથવા ઇલકેટ્રોનિક સહી લગાડયા પછી કાયદેસર અધિકાર વિના બદદાનતથી અથવા કપટપુવૅક તે રદ કરીને અથવા બીજી રીતે તે દસ્તાવેજના અથવા ઇલેકટ્રોનિક રેકડૅના મહત્વના ભાગમાં ફેરફાર કરે પછી ભલે તે બીજી વ્યકિત દસ્તાવેજમાં એવો ફેરફાર કરતી વખતે હયાત હોય કે હયાત ન હોય અથવા
(સી) કોઇ વ્યકિત મગજની અસ્થિરતાને કારણે અથવા નશાને કારણે કોઇ દસ્તાવેજ અથવા ઇલેકટ્રોનિક રેકડૅનો શું મજકુર છે અથવા તેમાં કેવા પ્રકારનો ફેરફાર થાય છે તે જાણી શકે તેમ નથી અથવા તે વ્યકિતની સાથે છેતરપીંડી થઇ હોવાને કારણે જણતી નથી એવું પોતે જાણવા છતા તેની પાસે બદદાનતથી અથવા કપટપુવૅક કોઇ દસ્તાવેજ અથવા ઇલેકટ્રોનિક રેકડૅ ઉપર સહી કરાવે સિકકા કરાવે તે દસ્તાવેજ અથવા ઇલેકટ્રોનિક રેકડૅ કરાવી લે કે તેમાં ફેરફાર કરાવે અથવા કોઇ ઇલેકટ્રોનિક રેકડૅ ઉપર તેની ઇલેકટ્રોનિક સહી કરાવે તેણે ખોટો દસ્તાવેજ અથવા ખોટો ઇલેકટ્રોનિક રેકડૅ બનાવ્યો કહેવાય. સ્પષ્ટીકરણ ૧.- કોઇ માણસે પોતે પોતાના નામથી સહી કરવાથી પણ ખોટો દસ્તાવેજ બનાવવાનો ગુનો બની શકે છે.
સ્પષ્ટીકરણ ૨.- ખરી વ્યકિતએ દસ્તાવેજ બનાવ્યો છે એમ માનવાના ઇરાદાથી કોઇ કલ્પિત વ્યકિતના નામનો અથવા કોઇ મૃત્યુ પામેલી વ્યકિતએ તેની હયાતિમાં તે દસ્તાવેજ બનાવ્યો છે એમ બનાવવાના ઇરાદાથી તે મૃત્યુ પામેલી વ્યકિતના નામનો ખોટો દસ્તાવેજ બનાવવાથી પણ ખોટો દસ્તાવેજ બનાવવાનો ગુનો બની શકે.
સ્પષ્ટીકરણ ૩.- આ કલમના હેતુઓ માટે ઇલેકટ્રોનિક સહી કરવી એ શબ્દ પ્રયોગનો અથૅ ઇન્ફમૅશન ટેકનોલોજી એકટ ૨૦૦ની કલમ-૨ની પેટા કલમ (૧) ના ખંડ (ડી) માં કર્યું | પ્રમાણેનો જ અથૅ થશે.
Copyright©2023 - HelpLaw