ખોટો દસ્તાવેજ બનાવવાનો ગુનો
(૧) જે કોઇ વ્યકિત લોકોને અથવા કોઇ વ્યકિતને નુકશાન કરવાના અથવા હાનિ પહોંચાડવાના અથવા કોઇ દાવા કે હકનું સમથૅન કરવાના અથવા કોઇ વ્યકિત કંઇ મિલકત આપી દે એવું કરવાના અથવા તેની પાસે કોઇ સ્પષ્ટ કે ગભિત કરાર કરાવવાના ઇરાદાથી અથવા કપટ કરવાના અથવા કપટ કરવામાં આવે તેવા ઇરાદાથી કોઇ ખોટો દસ્તાવેજ અથવા ખોટો ઇલેકટ્રોનિક રેકડૅ અથવા દસ્તાવેજ કે ઇલેકટ્રોનિક રેકડૅનો કોઈ ભાગ બનાવે તે ખોટો દસ્તાવેજ બનાવવાનો ગુનો કરે છે.
(૨) જે કોઇ વ્યકિત ખોટો દસ્તાવેજ બનાવવાનો ગુનો કરે તેને બે વર્ષની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.
(૩) જે કોઇ વ્યકિત કોઇ ખોટો દસ્તાવેજ અથવા ઇલેકટ્રોનિક રેકડૅનો ઠગાઇ કરવાના હેતુથી ઉપયોગ કરવામાં આવશે એવા ઇરાદાથી એવો ખોટો દસ્તાવેજ અથવા ઇલેકટ્રોનિક રેકડૅ બનાવે તેને સાત વષૅની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.
(૪) જે કોઇ વ્યકિત કોઇ ખોટા દસ્તાવેજ અથવા ઇલેકટ્રોનિક રેકડૅથી કોઇ વ્યકિતની પ્રતિષ્ઠાને હાનિ પહોંચશે એવા ઇરાદાથી અથવા તે હેતુ માટે તેનો ઉપયોગ કરવામાં આવશે એવો સંભવ હોવાનું જાણવા છતા એવો ખોટો દસ્તાવેજ અથવા ઇલેકટ્રોનિક રેકડૅ બનાવે તેને ત્રણ વષૅની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.
ગુનાઓનુ વર્ગીકરણ
કલમ-૩૩૬(૨)-
- ૨ વષૅ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને
- પોલીસ અધિકાર બહારનો
- જામીની
- પહેલા વગૅના મેજિસ્ટ્રેટ
કલમ-૩૩૬(૩)-
- ૭ વષૅ સુધીની કેદ અને દંડ - પોલીસ અધિકારનો
- જામીની
- પહેલા વર્ગના મેજિસ્ટ્રેટ
કલમ-૩૩૬(૪)-
- ૩ વષૅ સુધીની કેદ અને દંડ
- પોલીસ અધિકારનો
-જામીની
- પહેલા વગૅના મેજિસ્ટ્રેટ
Copyright©2023 - HelpLaw