ન્યાયાલના રેકડૅ અથવા જાહેર રજીસ્ટર વગેરેની ખોટી બનાવટ કરવાનો ગુનો - કલમ : 337

ન્યાયાલના રેકડૅ અથવા જાહેર રજીસ્ટર વગેરેની ખોટી બનાવટ કરવાનો ગુનો

જે કોઇ વ્યકિત ન્યાયાલય રેકડૅ અથવા તેની કાયૅવાહી હોવાનું અભિપ્રેત હોય તેવા દસ્તાવેજની અથવા ઇલેકટ્રોનિક રેકડૅની અથવા સરકાર દ્રારા આપેલ મતદાર ઓળખકાડૅ અથવા આધાર કાડૅ સહિતના કોઇ ઓળખ કાડૅ અથવા જન્મ કે લગ્ન કે દશનક્રિયા અંગેના રજીસ્ટરની અથવા કોઇ રાજય સેવક પોતાની એવી હેસિયતનથી રાખતા હોય તેવા રજીસ્ટરની અથવા કોઇ રાજય સેવકે પોતાના હોદ્દાની રૂએ કરેલા હોવાનું અભિપ્રેત હોય તેવા પ્રમાણપત્ર અથવા દસ્તાવેજની અથવા ઇલેકટ્રોનિક રેકડૅની અથવા કોઇ દાવો માંડવા કે દાવામાં બચાવ કરવા કે તેમાં કાયૅવાહી કરવા કે ફેંસલો સ્વીકારી લેવાના અધિકારપત્રની અથવા મુખત્યારનામાની ખોટી બનાવટ કરવાનો ગુનો કરે તેને સાત વષૅની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે. સ્પષ્ટીકરણ.- આ કલમના હેતુ માટે રજીસ્ટર એ શબ્દમાં ઇન્ફમોશન ટેકનોલોજી અધિનિયમ ૨૦૦૦ની પેટા કલમ-૨ ની પેટા કલમ (૧) ના ખંડ (આર) માં વ્યાખ્યા કર્યા પ્રમાણે ઇલેકટ્રોનિક સ્વરૂપમાં રાખેલ નોંધની કોઇપણ યાદી ડેટા અથવા રેકડૅનો પણ સમાવેશ થાય છે.

ગુનાઓનુ વર્ગીકરણ

- ૭ વષૅ સુધીની કેદ અને દંડ

- પોલીસ અધિકાર બહારનો

- બિન-જામીની

- પહેલા વગૅના મેજિસ્ટ્રેટ