કિંમતી જામીનગીરી વીલ વગેરેની ખોટી બનાવટ કરવાનો ગુનો
જે કોઇ વ્યકિત કોઇ કિંમતી જામીનગીરી અથવા વીલ અથવા પુત્ર દતક લેવાનું અધિકારપત્ર હોવાનું અભિપ્રેત હોય તેવા દસ્તાવેજ અથવા કોઇ કિંમતી જામીનગીરી બનાવવાનો અથવા તેને તબદીલ કરવાનો અથવા મુદ્દલ રકમ કે તેનુ વ્યાજ કે ડિવીડન્ડ સ્વીકારવાનો અથવા કોઇ રકમ વસ્તુ કે કિંમતી જામીનગીરી સ્વીકારવાનો કે આપવાનો અધિકાર આપતો હોવાનું અભિપ્રેત હોય તેવા દસ્તાવેજની અથવા જે નાણા મળ્યાની પહોંચ અથવા પાવતી હોવાનું અભિપ્રેત હોય તેવા દસ્તાવેજની ખોટી બનાવટ કરવાનો ગુનો કરે તેને આજીવન કેદની અથવા દસ વષૅ સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.
ગુનાઓનુ વગીકરણ
ભાગ-૧-
- આજીવન કેદ અથવા ૧૦ વષૅ સુધીની કેદ અને દંડ
- પોલીસ અધિકાર બહારનો
- બિન-જામીની
- પહેલા વગૅના મેજિસ્ટ્રેટ
ભાગ-૨ – તે કિંમતી જામીનગીરી કેન્દ્ર સરકારની પ્રોમીસરી નોટ હોય ત્યારે
- આજીવન કેદ અથવા ૧૦ વષૅ સુધીની કેદ અને દંડ
- પોલીસ અધિકારનો
- બિન-જામીની
- પહેલા વગૅના મેજિસ્ટ્રેટ
Copyright©2023 - HelpLaw