કલમ-૩૩૭ અથવા ૩૩૮ માં વણૅવેલો દસ્તાવેજ તે ખોટો છે એમ જાણવા છતા અને તેનો ખરા તરીકે ઉપયોગ કરવાના ઇરાદાથી કબ્જામાં રાખવા બાબત - કલમ : 339

કલમ-૩૩૭ અથવા ૩૩૮ માં વણૅવેલો દસ્તાવેજ તે ખોટો છે એમ જાણવા છતા અને તેનો ખરા તરીકે ઉપયોગ કરવાના ઇરાદાથી કબ્જામાં રાખવા બાબત.

જે કોઇ વ્યકિત કોઇ દસ્તાવેજ અથવા ઇલેકટ્રોનિક રેકડૅ ખોટો છે એમ જાણવા છતા અને તેનો કપટપુવૅક અથવા બદદાનતથી ખરા તરીકે ઉપયોગ કરવામાં આવશે એવા ઇરાદાથી તે દસ્તાવેજ અથવા ઇલેકટ્રોનિક રેકડૅને પોતાના કબ્જામાં રાખે તેને જો તે દસ્તાવેજ અથવા ઇલેકટ્રોનિક રેકડૅ આ સંહિતાની કલમ-૩૩૭માં જણાવેલા કોઇ પ્રકારનો હોય તો તેને સાત વષૅ સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે અને જો તે દસ્તવોજ કલમ-૩૩૮ માં જણાવેલા કોઇ પ્રકારનો હોય તો તેને આજીવન કેદની અથવા સાત વષૅની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.

ગુનાઓનુ વગીકરણ

ભાગ-૧-

- ૭ વષૅ સુધીની કેદ અને દંડ

- પોલીસ અધિકારનો

- જામીની

- પહેલા વગૅના મેજિસ્ટ્રેટ

ભાગ-૨ – જો દસ્તાવેજ કલમ-૩૩૮માં ઉલ્લેખેલ વિગતો પૈકી એક હોય

- આજીવન કેદ અથવા ૭ વષૅ સુધીની કેદ અને દંડ

- પોલીસ અધિકાર બહારનો

- જામીની

- પહેલા વગૅના મેજિસ્ટ્રેટ