કલમ-૩૩૮ હેઠળ શિક્ષાને પાત્ર ખોટો દસ્તાવેજ બનાવવાનો ગુનો કરવાના ઇરાદાથી બનાવટી સીલ વગેરે બનાવવા અથવા કબજામાં રાખવા બાબત
(૧) જે કોઇ વ્યકિત આ સંહિતાની કલમ-૩૩૮ હેઠળ શિક્ષાને પાત્ર ખોટો દસ્તાવેજ બનાવવાનો ગુનો કરવા માટે કોઇ સીલ કે પ્લેટ અથવા છાપ પાડવાના બીજા સાધનનો ઉપયોગ કરવામાં આવશે એવા ઇરાદાથી તે બનાવે કે તેની ખોટી બનાવટ કરે અથવા એવા ઇરાદાથી એવું સીલ કે પ્લેટ અથવા બીજું સાધન તે બનાવટી હોવાનું જાણવા છતા પોતાના કબ્જામાં રાખે તેને આજીવન કેદની અથવા સાત વષૅની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.
(૨) જે કોઇ વ્યકિત આ પ્રકારની કલમ-૩૩૮ સિવાયની કોઇ કલમ હેઠળ શિક્ષાને પાત્ર ખોટો દસ્તાવેજ બનાવવાનો ગુનો કરવા માટે કોઇ સીલ કે પ્લેટ અથવા છાપ પાડવાના બીજા સાધનનો ઉપયોગ કરવામાં આવશે એવા ઇરાદાથી તે બનાવે કે તેની ખોટી બનાવટ કરે અથવા એવા ઇરાદાથી એવું સીલ પ્લેટ અથવા બીજું સાધન તે બનાવટી છે એમ જાણવા છતા એવા ઇરાદાથી પોતાના કબ્જામાં રાખે તેને સાત વષૅની મુદત સુધીની બેમા;થી કોઇ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.
(૩) જે કોઇ વ્યકિત બનાવટી હોવાનું જાણવા છતા કોઇ સીલ કે પ્લેટ અથવા અન્ય ઉપકરણ રાખે તેને ત્રણ વષૅ સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.
(૪) જે કોઇ વ્યકિત કપટપુવૅક અથવા બદદાનતથી બનાવટી હોવાનું જાણતો હોવા છતા અથવા એવું માનવાને કારણ હોવા છતા કોઇ સીલ કે પ્લેટ અથવા અન્ય ઉપકરણ ખરા તરીકે વાપરે તો તેને એવા ખોટા સીલ કે પ્લેટ અથવા અનય ઉપકરણ તેણે જાતે બનાવ્યા હોય તે રીતે શિક્ષા કરવામાં આવશે.
ગુનાઓનુ વગીકરણ
કલમ-૩૪૧(૧)
- આજીવન કેદ અથવા ૭ વષૅ સુધીની કેદ અને દંડ
- પોલીસ અધિકારનો
-જામીની
- પહેલા વગૅના મેજિસ્ટ્રેટ
કલમ-૩૪૧(૨)
- ૭ વષૅ સુધીની કેદ અને દંડ
- પોલીસ અધિકારનો
-જામીની
- પહેલા વગૅના મેજિસ્ટ્રેટ
કલમ-૩૪૧(૩)
- ૩ વષૅ સુધીની કેદ અને દંડ - પોલીસ અધિકારનો
-જામીની
- પહેલા વર્ગના મેજિસ્ટ્રેટ
કલમ-૩૪૧(૪)
- જાણે તેણે જ આવા સીલ પ્લેટ અથવા અન્ય ઉપકરણ બનાવ્યા હોય કે બનાવટ કરેલ હોય તે જ શિક્ષા
-પોલીસ અધિકારનો
-જામીની
- પહેલા વગૅના મેજિસ્ટ્રેટ
Copyright©2023 - HelpLaw