કલમ-૩૩૮ માં વણૅવેલા દસ્તાવેજોને પ્રમાણિત કરવા માટે વપરાતી મુદ્રા અથવા નિશાનીની ખોટી બનાવટ કરવા બાબત અથવા બનાવટી નિશાનીવાળો પદાથૅ કબજામાં રાખવા બાબત - કલમ : 342

કલમ-૩૩૮ માં વણૅવેલા દસ્તાવેજોને પ્રમાણિત કરવા માટે વપરાતી મુદ્રા અથવા નિશાનીની ખોટી બનાવટ કરવા બાબત અથવા બનાવટી નિશાનીવાળો પદાથૅ કબજામાં રાખવા બાબત

(૧) જે કોઇ વ્યકિત કોઇ પદાથૅ ઉપર અથવા તેમાં આ સંહિતાની કલમ-૩૩૮માં વર્ણવેલા કોઇ દસ્તાવેજને પ્રમાણિત કરવા માટે વપરાતી મુદ્રા અથવા નિશાનીની ખોટી બનાવટ એવા ઇરાદાથી કરે કે તે પદાથૅ ઉપર જે દસ્તાવેજની ખોટી બનાવટ કરી હોય કે હવે પછી કરવાની હોય તે દસ્તાવેજ પ્રમાણિત થયેલો છે એમ દેખાડવા માટે તે મુદ્રા અથવા નિશાનીનો ઉપયોગ કરવામાં આવશે અથવા જે પદાથૅની ઉપર અથવા જે પદાર્થોમાં એવી કોઇ મુદ્રા અથવા નિશાનીની ખોટી બનાવટ કરવામાં આવી હોય તે પદાથૅને એવા ઇરાદાથી પોતાના કબ્જામાં રાખે તેને આજીવન કેદની અથવા સાત વષૅની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.

(૨) જે કોઇ વ્યકિત કોઇ પદાથૅ ઉપર અથવા તેમાં આ સંહિતાની કલમ-૩૩૮માં વર્ણવેલા દસ્તાવેજો સિવાયના કોઇ દસ્તાવેજ અથવા ઇલેકટ્રોનિક રેકડૅ ને પ્રમાણિત કરવા માટે વપરાતી મુદ્રા અથવા નિશાનીની ખોટી બનાવટ એવા ઇરાદાથી કરે કે તે પદાર્થો ઉપર જે દસ્તાવેજ અથવા ઇલેકટ્રોનિક રેકડૅની ખોટી બનાવટ કરી હોય કે હવે પછી કરવાની હોય તે દસ્તાવેજ અથવા ઇલેકટ્રોનિક રેકડૅ પ્રમાણિત થયેલો છે એમ દેખાડવા માટે તે મુદ્રા અથવા નિશાનીનો ઉપયોગ કરવામાં આવશે અથવા જે પદાથૅ ઉપર અથવા જે પદાર્થમાં એવી કોઇ મુદ્રા અથવા નિશાનીની ખોટી બનાવટ કરવામાં આવી હોય તે પદાથૅને એવા ઇરાદાથી પોતાના કબ્જામાં રાખે તેને સાત વષૅની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.

ગુનાઓનુ વર્ગીકરણ

કલમ-૩૪૨(૧)

- આજીવન કેદ અથવા ૭ વષૅ સુધીની કેદ અને દંડ

- પોલીસ અધિકાર બહારનો

-જામીની

- પહેલા વર્ગના મેજિસ્ટ્રેટ

કલમ-૩૪૨(૨)

- ૭ વષૅ સુધીની કેદ અને દંડ

- પોલીસ અધિકાર બહારનો

- બિન-જામીની

- પહેલા વગૅના મેજિસ્ટ્રેટ