વિલ, દતક લેવાનો અધિકારપત્ર અથવા કિંમતી જામીનગીરી કપટપુવૅક રદ કરવા અથવા તેનો નાશ કરવા બાબત
જે કોઇ વ્યકિત કપટપુવૅક અથવા બદદાનતથી અથવા લોકોને કે કોઇ વ્યકિતને નુકશાન અથવા ઇજા પહોંચાડવાના ઇરાદાથી કોઇ વિલ અથવા પુત્ર દતક લેવાનો અધિકારપત્ર અથવા કિંમતી જામીનગીરી અથવા કોઇ વિલ કે પુત્ર દતક લેવાનો અધિકારપત્ર અથવા કિંમતી જામીનગીરી હોવાનું અભિપ્રેત હોય તેવો દસ્તવેજ રદ કરે તેનો નાશ કરે કે તેને છેકી નાખે અથવા રદ કરવાની કે નાશ કરવાની કે છેકી નાખવાની કોશિશ કરે અથવા તેને છુપાવે કે છુપાવાની કોશિશ કરે અથવા એવા દસ્તાવેજ અંગે બગાડ કરે તેને આજીવન કેદની અથવા સતા વષૅની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.
ગુનાઓનુ વગીકરણ
- આજીવન કેદ અથવા ૭ વષૅ સુધીની કેદ અને દંડ
- પોલીસ અધિકાર બહારનો
- બિન-જામીની
- પહેલા વગૅના મેજિસ્ટ્રેટ
Copyright©2023 - HelpLaw