ખોટા હિસાબ બનાવવા બાબત - કલમ : 344

ખોટા હિસાબ બનાવવા બાબત

જે કોઇ વ્યકિત પોતે કારકુન અધિકારી કે નોકર હોય અથવા કારકુન કે અધિકારી કે નોકરની હેસિયતથી કામે રખાયેલ હોય અથવા કામ કરતી હોય અને પોતાને કામે રાખનારના અથવા તેના કબ્જાના અથવા પોતાને કામે રાખનાર માટે કે તેના વતી પોતાને મળેલા કોઇ પુસ્તક કે ઇલેકટ્રોનિક રેકડૅ કે કાગળ કે લખાણ કે કિંમતી જામીનગીરી અથવા હિસાબનો જાણીબુઝીને અને કપટ કરવાના ઇરાદાથી નાશ કરે તેમાં ફેરફાર કરે તેને તોડીફોડી નાખે અથવા તેને ખોટા બનાવી દે અથવા જાણીબુજીને અને કપટ કરવાના ઇરાદાથી એવા પુસ્તક ઇલકેટ્રોનિક રેકડૅ કાગળ કે લખાણ કિંમતી જામીનગીરી અથવા હિસાબમાં કોઇ ખોટી નોંધ કરે અથવા તેમ કરવાનું દુસ્પ્રેરણ કરે અથવા તેમાંથી કોઇ મહત્વની બાબતમાં ફેરફાર કરે અથવા તેમ કરવાનું દુસ્પ્રેરણ કરે તેને સાત વષૅની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા દંડની અથવા બંને શિક્ષા કરવમાં આવશે. સ્પષ્ટીકરણ.- આ કલમ હેઠળના ત્હોમતમાં જે વ્યકિત સાથે કપટ કરવાનો ઇરાદો હોય તેનું નામ બતાવ્યા વિના અથવા જે રકમ બાબતમાં કપટ કરવાનો ઇરાદો હોય તેના ચોકકસ આંકડાનો અથવા જે દિવસે ગુનો કરવામાં આવ્યો હોય તે દિવસનો નિદૅશ કયૅગ વિના કપટ કરવાનો સામાન્ય ઇરાદાનો આરોપ મુકવામાં આવે તે પુરતુ ગણાય.

ગુનાઓનુ વર્ગીકરણ

- ૭ વષૅ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને

- પોલીસ અધિકાર બહારનો

- જામીની

- પહેલા વગૅના મેજિસ્ટ્રેટ