માલ નિશાનીઓ - કલમ : 345

માલ નિશાનીઓ

(૧) અમુક વ્યકિતનો માલ છે એવો નિદૅશ કરવા માટે ઉપયોગમાં લેવાતી નિશાનીને માલ નિશાની કહેવાય છે.

(૨) જે કોઇ વ્યકિત કોઇ જંગમ મિલકત કે માલ ઉપર અથવા જંગમ મિલકત કે માલ ભરેલી કોઇ પેટી પેકેજ અથવા બીજા પાત્રની ઉપર એવી રીતે નીશાની કરે અથવા કોઇ નિશાનીવાળી કોઇ પેટી પેકેજ અથવા બીજા પાત્રનો એવી રીતે ઉપયોગ કરે કે જેથી તે નિશાનીવાળી મિલકત કે માલ અથવા નિશાનીવાળા પાત્રમાં ભરેલી મિલકત કે માલ જે વ્યકિતનો ન હોય તેનો છે એમ માનવાને વાજબી કારણ મળે તેણે ખોટી માલ નિશાનીનો ઉપયોગ કયો કહેવાય.

(૩) જે કોઇ વ્યકિત ખોટી માલ નિશાનીનો ઉપયોગ કરે અને જો કપટ કરવાના ઇરાદા વિના પોતે તેમ કર્યું છે એવું સાબિત ન કરે તો તેને એક વષૅની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.

ગુનાઓનુ વગીકરણ

કલમ-૩૪૫(૩) -

- ૧ વષૅ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને

- પોલીસ અધિકાર બહારનો

- જામીની

- કોઇપણ મેજિસ્ટ્રેટ