માલ નિશાનીની ખોટી બનાવટ કરવા બાબત
(૧) જે કોઇ વ્યકિત બીજી કોઇ વ્યકિત વાપરતી હોય એવી માલ નિશાનીની ખોટી બનાવટ કરે તેને બે વષૅની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.
(૨) જે કોઇ વ્યકિત કોઇ રાજય સેવક વાપરતા હોય એવી માલ નિશાનીની અથવા કોઇ માલ અમુક વ્યકિતએ અથવા અમુક સમયે કે સ્થળે બનાવેલો છે અથવા તે અમુક ગુણવતા ધરાવે છે અથવા અમુક કચેરીએ પાસ કરેલો છે અથવા તે અમુક માફીને પાત્ર છે એવું દશૅાવવા માટે કોઇ રાજય સેવક વાપરતા હોય એવી કોઇ નિશાનીની ખોટી બનાવટ કરે અથવા તે બનાવટી છે એમ જાણવા છતા એવી કોઇ નિશાનીનો ખરા તરીકે ઉપયોગ કરે તેને ત્રણ વષૅની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.
ગુનાઓનુ વર્ગીકરણ
કલમ-૩૪૭(૧)-
૨ વષૅ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને
- પોલીસ અધિકાર બહારનો
- જામીની
- કોઇપણ મેજિસ્ટ્રેટ
કલમ-૩૪૭(૨)-
- ૩ વષૅ સુધીની કેદ અને દંડ
- પોલીસ અધિકાર બહારનો
- જામીની
- પહેલા વગૅના મેજિસ્ટ્રેટ
Copyright©2023 - HelpLaw