ખોટી માલ નિશાની બનાવવા માટેનું કોઇ સાધન બનાવવા અથવા કબજામાં રાખવા બાબત
જે કોઇ વ્યકિત કોઇ ખોટી માલ નિશાની બનાવવા માટે કોઇ બીબું કે પ્લેટ અથવા બીજું સાધન બનાવે અથવા પોતાના કબ્જામાં રાખે અથવા કોઇ માલ જે વ્યકિતનો ન હોય તેનો છે એવું દર્શાવવા માટે કોઇ માલ નિશાની પોતાના કબ્જામાં રાખે તેને ત્રણ વષૅની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.
ગુનાઓનુ વર્ગીકરણ
- ૩ વષૅ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને
- પોલીસ અધિકાર બહારનો
- જામીની
- પહેલા વગૅના મેજિસ્ટ્રેટ
Copyright©2023 - HelpLaw