બનાવટી માલ નિશાનીવાળો માલ વેચવા બાબત
જે કોઇ વ્યકિત કોઇ માલ કે વસ્તુ ઉપર અથવા જે માલથી ભરેલી પેટી પેકેજ કે બીજા પાત્ર ઉપર બનાવટી માલ નિશાની લગાડેલી કે અંકિત કરેલી હોય તે માલ કે વસ્તુઓ વેચે અથવા વેચવા મૂકે અથવા પોતાના કબજામાં રાખે તેને એક વષૅની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે સિવાય કે તેણે નીચે પ્રમાણે સાબિત કર્યુ હોય.
(એ) આ કલમ વિરૂધ્ધનો કોઇ ગુનો ન થાય એવી વાજબી તકેદારી રાખવા છતા કહેવાતો ગુનો થયો તે બાબતે તેને તે નિશાનીના ખરાપણ વિશે શંકા લાવવાનું કોઇ કારણ ન હતુ અને
(બી) ફરિયાદીએ અથવા તેના વતી કોઇએ માંગણી કયૅ જે વ્યકિત પાસેથી પોતે તે માલ અથવા વસ્તુઓ મેળવેલી હોય તે અંગે પોતાની પાસેની તમામ માહિતી તેણે આપી હતી અથવા
(સી) બીજી બધી રીતે તે નિદર્દોષ ભાવે વત્યો હતો.
ગુનાઓનુ વગીકરણ
૧ વષૅ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને
- પોલીસ અધિકાર બહારનો
-જામીની
- કોઇપણ મેજિસ્ટ્રેટ
Copyright©2023 - HelpLaw