માલ ભરેલા કોઇ પાત્ર ઉપર ખોટી નીશાની કરવા બાબત - કલમ : 350

માલ ભરેલા કોઇ પાત્ર ઉપર ખોટી નીશાની કરવા બાબત

(૧) જે કોઇ વ્યકિત કોઇ માલ ભરેલી પેટી પેકેજ અથવા બીજા પાત્ર ઉપર એ રીતે ખોટી નિશાની કરે કે જેથી તેમાં ન હોય તે માલ તેમાં છે અથવા તેમાં જે માલ હોય તે તેમાં નથી અથવા એવા પાત્રમાનો માલ જે જાતનો અથવા ગુણવતાનો હોય તેનાથી તે જુદી જાતનો અથવા ગુણવતાનો છે એમ માનવાને કોઇ રાજય સેવકને અથવા બીજી વ્યકિતને વાજબી રીતે કારણ મળે તેને જો કપટ કરવાના ઇરાદા વિના પોતે તેમ કર્યું હતુ એવું સાબિત ન કરે તો ત્રણ વષૅની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.

(૨) જે કોઇ વ્યકિત પેટા કલમ (૧) થી કરેલી કોઇ રીતે એવી કોઇ ખોટી નિશાનીનો ઉપયોગ કરે તેને કપટ કરવાના ઇરાદા વિના પોતે તેમ કર્યું હતુ તેવું સાબિત ન કરે તો તેણે પેટા કલમ (૧) વિરૂધ્ધનો ગુનો કર્યો છે એમ ગણીને તેને શિક્ષા કરવામાં આવશે.

ગુનાઓનુ વગીકરણ

કલમ-૩૫૦(૧)-

- ૩ વષૅ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને

- પોલીસ અધિકાર બહારનો

- જામીની

- કોઇપણ મેજિસ્ટ્રેટ

કલમ-૩૫૦(૨) -

- ૩ વષૅ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને

- પોલીસ અધિકાર બહારનો

- જામીની

- કોઇપણ મેજિસ્ટ્રેટ