સાવૅજનિક બગાડ થાય તેવા કથનો - કલમ : 353

સાવૅજનિક બગાડ થાય તેવા કથનો

(૧) જે કોઇ વ્યકિત

(એ) ભારતના ભૂમિદળ કે નૈકાદળ અથવા હવાઇદળના કોઇ અધિકારી કે સૈનિક કે નાવિક અથવા વિમાની બંડ કરે અથવા એવી હેસિયતથી બીજી રીતે પોતાની ફરજની ઉપેક્ષા કરે કે ફરજ ન બજાવે એવા ઇરાદાથી અથવા

(બી) લોકોમાં અથવા લોકોના કોઇ જૂથમાં ભય અથવા ગભરાટ પેદા કરવાના અને એથી કોઇ વ્યકિત રાજય વિરૂધ્ધ અથવા કોમની શાંતિ વિરૂધ્ધ કોઇ ગુનો કરી બેસે એવા ઇરાદાથી અથવા

(સી) કોઇ વગૅના અથવા કોમના લોકોને બીજા કોઇ વગૅ અથવા કોમ વિરૂધ્ધ કોઇ ગુનો કરવા માટે ઉશ્કેરવાના ઇરાદાથી અથવા જેથી એમ થવાનો સંભવ હોય એવું કોઇ કથન કરે ઇલેકટ્રોનિક સ્વરૂપ સહિતની ખોટી માહિતી અફવા અથવા રીપોર્ટ પ્રસિધ્ધ કરે તેને ત્રણ વષૅની મુદત સુધીની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.

(૨) જે કોઇ વ્યકિત ધમૅ કે જાતિ કે જન્મસ્થળ કે નિવાસ કે ભાષા કે જ્ઞાતિ અથવા કોમના કારણે અથવા બીજા ગમે તે કારણે જુદા જુદા ધામિક કે માનવજાતિય કે ભાષાકિય અથવા પ્રાદેશિક જૂથો અથવા જ્ઞાતિઓ અથવા કોમો વચ્ચે દુશ્મનાવટની કે ધિકકારની અથવા દ્વેષની લાગણીઓ ઉત્પન્ન કરવાના અથવા તેને પ્રોત્સાહન આપવાના ઇરાદાથી અથવા તે ઉત્પન્ન થવાનો અથવા તેને પ્રોત્સાહન મળવાનો સંભવ હોય તેવી ઇલેકટ્રોનિક સ્વરૂપ સહિતની ખોટી માહિતી અફવાઓ કે ચોંકાવનારા સમાચારોવાળું કથન કે રીપોર્ટ કરે પ્રસિધ્ધ કરે કે ફેલાવે તેને ત્રણ વષૅની મુદત સુધીની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.

(૩) જે કોઇ વ્યકિત કોઇ ધર્મસ્થાનમાં અથવા ધામિક પ્રાથૅના અથવા ધામિક વિધિઓમાં રોકાયેલી મંડળી અંગે પેટા કલમ (૨)માં નિદિષ્ટ કરેલો ગુનો કરે તેને પાંચ વષૅની મુદત સુધીની કેદનની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.

અપવાદ.- એવું કોઇ કથન કરનાર અફવા ફેલાવનાર અથવા રીપોટૅ પ્રસિધ્ધ કરનાર વ્યકિતને એવું કથન ખોટી માહિતી અફવા અથવા રિપોટૅ સાચો હવાનું માનવાને વાજબી કારણ હોય અને શુધ્ધબુધ્ધિથી ઉપર્યુકત ઇરાદા વિના એવું કથન કરે ખોટી માહિતી અફવા અથવા રીપોટૅ પ્રસિધ્ધ કરે તો તે આ કલમના અથૅ મુજબ ગુનો બનતો નથી.

ગુનાઓનુ વગર્ગીકરણ

કલમ-૩૫૩(૧)-

-૩ વષૅ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને

- પોલીસ અધિકાર બહારનો

- બિન-જામીની

- કોઇપણ મેજિસ્ટ્રેટ

કલમ-૩૫૩(૨) -

- ૩ વષૅ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને

- પોલીસ અધિકારનો

- બિન-જામીની

- કોઇપણ મેજિસ્ટ્રેટ

કલમ-૩૫૩(૩)-

- ૫ વષૅ સુધીની કેદ અને દંડ

- પોલીસ અધિકારનો

- બિન-જામીની

- કોઇપણ મેજિસ્ટ્રેટ