કોઇ વ્યકિતને તેની ઉપર ઇશ્ર્વરની અવકૃપા ઉતરશે એવું માનવા પ્રેરીને તેની પાસે કરાવેલું કૃત્ય - કલમ : 354

કોઇ વ્યકિતને તેની ઉપર ઇશ્ર્વરની અવકૃપા ઉતરશે એવું માનવા પ્રેરીને તેની પાસે કરાવેલું કૃત્ય

જે કોઇ વ્યકિત ગુનેગારે તેની પાસે જે કામ કરાવવા ધાર્યું હોય તે ન કરે તો અથવા જે કામ ન કરાવવા ધાયૅ હોય તે કરે તો તેના ઉપર અથવા જે વ્યકિતમાં તે હિત ધરાવતી હોય તેના ઉપર ગુનેગારના કોઇ કૃત્યથી ઇશ્ર્વરની અવકૃપા ઊતરશે એવું માનવા તેને પ્રેરીને તેમ કરવાની કોશિશ કરીને કોઇ વ્યકિત સ્વેચ્છાપુવૅક એવી વ્યકિત પાસે જે કામ કરવા તે કાયદેસર બંધાયેલી ન હોય તે કામ કરાવે કે કરાવવાની કોશિશ કરે અથવા જે કામ તે ન કરે એવું કરે અથવા એવી કોશિશ કરે તેને એક વષૅની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.

ગુનાઓનુ વર્ગીકરણ

- ૧ વષૅ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને

- પોલીસ અધિકાર બહારનો

- જામીની

- કોઇપણ મેજિસ્ટ્રેટ