બદનક્ષી - કલમ : 356

બદનક્ષી

(૧) જે કોઇ વ્યકિત કોઇ બીજી વ્યકિતની આબરૂને હાનિ પહોંચાડવાના ઇરાદાથી અથવા તેમ કરવાથી તેની આબરૂને હાનિ પહોંચશે એમ જાણવા છતાં અથવા એમ માનવાને કારણ હોવા છતા બોલેલા અથવા વંચાશે એવા ઇરાદાવાળા શબ્દોથી અથવા ચેષ્ટાથી અથવા દેખી શકાય એવી આકૃતિથી તેના ઉપર આળ મુકે અથવા કોઇપણ સ્વરૂપમાં પ્રસિધ્ધ કરે તેણે તે વ્યકિતની બદનક્ષી કરી કહેવાય પરંતુ તેમાં નીચે જણાવેલા અપવાદો છે.

સ્પષ્ટીકરણ ૧.- કોઇ મર્હુમ હયાત હોય અને જે આળ મુકવાથી તેની આબરૂને હાનિ પહોંચે અને જે તેના કુટુંબના અથવા નજીકના સગા વહાલાઓની લાગણી દુભાવવાના ઇરાદાથી કરવામાં આવ્યું હોય તેવુ આળ તે મર્હુમ વ્યકિત ઉપર મુકવાથી બદનક્ષીનો ગુનો બની શકે છે.

સ્પષ્ટીકરણ ૨.- કોઇ કંપની અથવા એસોશિયએશન અથવા વ્યકિતઓના સમુહ ઉપર કંઇ આળ મુકવાથી બદનક્ષીનો ગુનો બની શકે

સ્પષ્ટીકરણ ૩.- શ્ર્લેષ કે વ્યંગોકિતથી મુકેલા આળથી બદનક્ષીનો ગુનો બની શકે.

સ્પષ્ટીકરણ ૪.- જે આળથી પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે બીજાની દ્રષ્ટિમાં કોઇ વ્યકિતની નિતિમતા અથવા બુધ્ધિમતા નીચી પડે નહી અથવા તેની જ્ઞાતિ કે ધંધા અંગે તેની પ્રતિષ્ઠા હલકી પડે નહી અથવા તેની શાખ હલકી પડે નહી અથવા તેનું શરીર ધૃણાજનક હાલતમાં અથવા સામાન્ય રીતે શરમજનક ગણાય એવી હાલતમાં છે એમ માનવામાં આવે નહી તેવા આળથી તે વ્યકિતની આબરૂને હાનિ પહોંચી કહેવાય નહી.

અપવાદ ૧.- કોઇ વ્યકિત ઉપર સાચું આળ મુકવુ કે પ્રસિધ્ધ કરવું જાહેર હિતમાં જરૂરી હોય તો એવું આળ મુકવું તે બદનક્ષી નથી સાચું આળ મુકવુ કે પ્રસિધ્ધ કરવું જાહેર હિતમાં છે કે નહી એ હકીકતનો પ્રશ્ન છે.

અપવાદ ૨.- કોઇ રાજય સેવકે બજાવવાના સરકારી કાર્યોૌમાં તેના વતૅન સબંધમાં અથવા બીજી રીતે નહી પણ એવા વતૅન ઉપરથી જણાઇ આવતા તેના ચારિત્ર સબ;ધમાં શુધ્ધબુધ્ધિથી કશો અભિપ્રાય આપવો તે બદનક્ષી નથી.

અપવાદ ૩.- કોઇ જાહેર પ્રશ્નને સ્પર્શતા કોઇ વ્યકિતના વતૅન સબંધી અને બીજી રીતે નહી પણ એવા વતૅન ઉપરથી જણાઇ આવતા તેના ચારિત્ર સબંધમાં શુધ્ધબુધ્ધિથી કશો અભિપ્રાય આપવો તે બદનક્ષી નથી.

અપવાદ ૪.- કોઇ ન્યાયાલયની કાયૅવાહીનો અથવા એવી કાયૅવાહીના પરિણામનો મહદઅંશે ખરો રીપોટૅ પ્રસિધ્ધ કરવો બદનક્ષી નથી.

સ્પષ્ટીકરણ.- કોઇ ન્યાયાલયમાં ઇન્સાફી કાયૅવાહી ચાલે તે પહેલાં ખુલ્લા ન્યાયાલયમાં પ્રાથમિક તપાસ કરી રહ્યા હોય તે મેજીસ્ટ્રેટ અથવા અન્ય અધિકારી ઉપરની કલમના અર્થમાં ન્યાયાલય છે.

અપવાદ ૫.- કોઇ ન્યાયલયે ફેંસલો કરેલા કોઇ દિવાની કે ફોજદારી કેસના ગુણદોષ સબંધમાં અથવા એવા કોઈ કેસમાં વ્યકિતના પક્ષકાર સાક્ષી અથવા એજન્ટ તરીકેના વતૅન સબંધમાં અથવા બીજી રીતે નહીં પણ તેવા વતૅન ઉપરથી જણાઇ આવતા તેના ચારિત્ર સબંધમાં શુધ્ધબુધ્ધિથી કશો અભિપ્રાય આપવો તે બદનક્ષી નથી.

અપવાદ ૬.- જે કૃતિને તેના કતૅાએ લોકોના અભિપ્રાય માટે રજુ કરી હોય તેના ગુણદોષ સબંધી અથવા બીજી રીતે નહી પણ તે કૃતિ ઉપરથી જણાઇ આવતા તેના કતૅનના ચારિત્ર સબંધમાં શુધ્ધબુધ્ધિથી અભિપ્રાય આપવો તેને બદનક્ષી નથી. સ્પષ્ટીકરણ.- કોઇ કૃતિ લોકોના અભિપ્રાય માટે સ્પષ્ટ રીતે અથવા તે લોકોના અભિપ્રાય માટે રજુ થયાનું સુચવતા તેના કતૅવાના કૃત્યો દ્રારા રજુ કરી શકાય.

અપવાદ ૭.- જે વ્યકિતનો કોઇ બીજી વ્યકિત ઉપર કાયદાથી મળેલો અથવા તેની સાથે થયેલા કાયદેસર કરારથી મળેલો કોઇ અધિકાર હોય તે વ્યકિત એવા કાયદેસરના અધિકારને લગતી બાબતોમાં તે બીજી વ્યકિતના વતૅન અંગે તેને શુધ્ધબુધ્ધિથી ઠપકો આપે તે બદનક્ષી નથી.

અપવાદ ૮.- આરોપની બાબત અંગે કોઇ વ્યકિત ઉપર જેમને કાયદેસર અધિકાર હોય તેમાંની કોઇ સમક્ષ તે વ્યકિત ઉપર શુધ્ધબુધ્ધિથી આરોપ મુકવો તે બદનક્ષી નથી.

અપવાદ ૯.- આળ તે મુકનારનું અથવા બીજી કોઇ વ્યકિતનું હિત જાળવવા માટે અથવા જાહેર હિતમાં શુધ્ધબુધ્ધિથી મુકવામાં આવે તો બીજાના ચારિત્ર ઉપર આળ મુકવું તે બદનક્ષી નથી.

અપવાદ ૧૦.- એક વ્યકિત બીજી વ્યકિત વિરૂધ્ધ શુધ્ધબુધ્ધિથી ચેતવણી આપવી તે બદનક્ષી નથી પરંતુ એવી ચેતવણી જેને આપવામાં આવી હોય તેનું અથવા જે વ્યકિતમાં તે હીત ધરાવતી હોય તેનું ભલું કરવાના ઇરાદાથી અથવા જાહેર હિતમાં તે અપાયેલી હોવી જોઇએ.

(૨) જે કોઇ વ્યકિત બીજી કોઇ વ્યકિતની બદનક્ષી કરે તેને બે વષૅની મુદત સુધીની સાદી કેદની અથવા દંડની અથવા તે બંને અથવા સમાજિક સેવાની શિક્ષા કરવામાં આવશે.

(૩) જે કોઇ વ્યકિત કોઇ બાબત કોઇ વ્યકિત માટે બદનક્ષીકારક છે એમ જાણવા છતા અથવા એમ માનવાને સબળ કારણ હોવા છતા તે બાબત છાપે અથવા કોતરે તેને બે વષૅની મુદત સુધીની સાદી કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.

(૪) જે કોઇ વ્યકિત કોઇ છાપેલી અથવા કોતરેલી વસ્તુમાં બદનક્ષીકારક બાબત છે એમ જાણવા છતાં તે વસ્તુ વેચે અથવા વેચવાની તૈયારી બતાવે તેને બે વષૅની મુદત સુધીની સાદી કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.

ગુનાઓનુ વર્ગીકરણ

કલમ-૩૫૬(૧)-

- ૨ વષૅ સુધીની સાદી કેદ અથવા દંડ અથવા તે બંને અથવા સામાજિક સેવા

- પોલીસ અધિકાર બહારનો

- જામીની

સેશન્સ ન્યાયાલય

કલમ-૩૫૬(૨) – બીજા કોઇ પ્રસંગે બદનક્ષી

૨ વષૅ સુધીની સાદી કેદ અથવા દંડ અથવા તે બંને અથવા સામાજિક સેવા

- પોલીસ અધિકાર બહારનો

- જામીની

- પહેલા વગૅના મેજિસ્ટ્રેટ

કલમ-૩૫૬(૩)-

- ૨ વષૅ સુધીની સાદી કેદ અથવા દંડ અથવા તે બંને

- પોલીસ અધિકાર બહારનો

- જામીની

- સેશન્સ ન્યાયાલય

કલમ-૩૫૬(૩) – બીજા કોઇ પ્રસંગે કોઇ બાબત બદનક્ષીકારક હોવાનું જાણવા છતા તે છાપવી કે કોતરવી.

૨ વષૅ સુધીની સાદી કેદ અથવા દંડ અથવા તે બંને

- પોલીસ અધિકાર બહારનો

-જામીની

- પહેલા વગૅના મેજિસ્ટ્રેટ

કલમ-૩૫૬(૪)-

- ૨ વષૅ સુધીની સાદી કેદ અથવા દંડ અથવા તે બંને

- પોલીસ અધિકાર બહારનો

- જામીની

- સેશન્સ ન્યાયાલય

કલમ-૩૫૬(૪) – બદનક્ષીકારક બાબત હોવાનું જાણવા છતા તે વેચવી

- ૨ વષૅ સુધીની સાદી કેદ અથવા દંડ અથવા તે બંને

- પોલીસ અધિકાર બહારનો

- જામીની

- પહેલા વગૅના મેજિસ્ટ્રેટ