વ્યાખ્યા - કલમ : 2

વ્યાખ્યા

(૧) આ સંહિતામાં સંદભૅથી અન્યથા અપેક્ષિત ન હોય તો

(એ) દ્રશ્ય-શ્રાવ્ય (ઓડિયો-વિડિયો) ઇલેકટ્રોનિક માધ્યમ માં વિડિયો કોન્ફરન્સિંગના ઓળખની પ્રક્રિયાઓના રેકોર્ડિંગના શોધખોળ અને જપ્તી અથવા પુરાવાના ઇલેકટ્રોનિક સંદેશાવ્યવહારના પ્રસારણના હેતુઓ માટે અને રાજય સરકાર નિયમો દ્રારા જોગવાઇ કરે તેવા અન્ય હેતુઓ માટે અને તેવી અન્ય માધ્યમ દ્રારા કોઇપણ સંદેશા વ્યવહાર ઉપકરણના ઉપયોગનો સમાવેશ થાય છે.

(બી) જામીન એટલે આરોપી વ્યકિત અથવા ગુનો કયૅા હોવાનું કહેવાતું હોય એવી વ્યકિતની કોઇ અધિકારી કે કોટૅ દ્રારા અમુક શરતો મુકીને તેવી વ્યકિતના મુચરકા કે જામીનખત રજુ કયૅથી કાયદાની કસ્ટડીમાંથી મુકિત

(સી) જામીની ગુનો એટલે પેહલી અનુસૂચિમાં જામીન લઇ શકાય તેવા ગુના તરીકે દશૅાવેલો અથવા તે સમયે અમલમાં હોય એવા બીજા કોઇ કાયદાની રૂએ જામીન લઇ શકાય તેવો ગુનો અને બિન-જામીની ગુનો એટલે બીજો કોઇ ગુનો

(ડી) જામીનખત એટલે જામીનગીરી સાથે મુકિત માટેની બાંહેધરી

(ઇ) મુચરકો એટલે જાત મુચરકો અથવા જામીનગીરી સિવાય મુકિત માટેની બાંહેધરી

(એફ) ત્હોમત માં જયાં ત્હોમતમાં એકથી વધુ સદર હોય ત્યાં ત્હોમતના કોઇપણ સદરનો સમાવેશ થાય છે.

(જી) પોલીસ અધિકારનો ગુનો એટલે એવો ગુનો કે જેના માટે અને પોલીસ અધિકારનો કેસ એટલે એવો કેસ કે જેમાં કોઇ પોલીસ અધિકારી પહેલી અનુસુચિ અનુસાર અથવા તે સમયે અમલમાં હોય તે કાયદા હેઠળ વગર વોરંટે પકડી શકે

(એચ) ફરિયાદ એટલે કોઇ જ્ઞાત કે અજ્ઞાત વ્યકિતએ અમુક ગુનો કૌ છે એવો મેજિસ્ટ્રેટને આ સંહિતા હેઠળ તેમને પગલા લેવા માટે કરાયેલી મૌખિક કે લેખિત આક્ષેપ પરંતુ તેમા કોઇ પોલીસ રિપોટૅનો સમાવેશ થતો નથી.

સ્પષ્ટીકરણ.- પોલીસ તપાસ પછી પોલીસ અધિકારી બહારનો ગુનો થયેલો જણાય તે કેસમાં પોલીસ અધિકારીએ કરેલો રિપોટૅ ફરીયાદ ગણાશે અને તે રિપોટૅ કરનાર પોલીસ અધિકારી ફરિયાદી ગણાશે.

(આઇ) ઇલકેટ્રોનિક કોમ્યુનિકેશન (સંદેશાવ્યવહાર) એટલે ટેલિફોન મોબાઇલ ફોન અથવા અન્ય વાયરલેસ દૂરસંચાર ઉપરકણ (ડિવાઇસ) અથવા કમ્પ્યુટર અથવા ઓડિયો વિડિયો (દ્રષ્ય-શ્રાવ્ય) પ્લેયર (યંત્ર) અથવા કેમેરો અથવા કેન્દ્ર સરકાર દ્રારા અધિસૂચના દ્રારા નિર્દિષ્ટ કરવામાં આવે તેવા અનય કોઇપણ ઇલેકટ્રોનિક ઉપરકરણ અથવા ઇલેકટ્રોનિક સ્વરૂપ સંહિતા ઇલેકટ્રોનિક ઉપકરણ (ડિવાઇસ) ના માધ્યમ દ્રારા સંચારિત અથવા સ્થાનાંતરિત (એક વ્યકિતથી બીજી વ્યકિત સુધી અથવા એક ઉપકરણથી બીજા ઉપકરણ સુધી અથવા વ્યકિતથી ઉપકરણ સુધી અથવા ઉપકરણથી વ્યકિત સુધી) કોઇપ લેખિત મૌખિક સચિત્ર માહિતી અથવા વિડિયો (દ્રષ્ય) સામાગ્રીનો સંદેશાવ્યવહાર

(જે) ઉચ્ચન્યાયાલય એટલે –

(૧) કોઇ રાજય સંબંધમાં તે રાજય માટેનુ ઉચ્ચન્યાયાલય

(૨) રાજય માટેના ઉચ્ચન્યાયાલયની હકૂમત કાયદાથી જે સંઘ રાજયક્ષેત્ર સુધી વિસ્તારેલ હોય તે રાજયક્ષેત્રના સબંધમાં તે ઉચ્ચન્યાયાલય

(૩) બીજા કોઇ સંઘ રાજય ક્ષેત્રના સબંધમાં ભારતના ઉચ્ચતમ ન્યાયાલય સિવાયનું તે રાજય ક્ષેત્ર માટે ફોજદારી અપીલ માટે સૌથી ઉપલું ન્યાયાલય

(કે) તપાસ એટલે આ સંહિતા હેઠળ કોઇ મેજિસ્ટ્રેટ અથવા ન્યાયાલયે ચલાવેલી ઇન્સાફી કાયૅવાહી સિવાયની દરેક તપાસ

(એલ) પોલીસ-તપાસ માં કોઇ પોલીસ અધિકારીએ અથવા (મેજિસ્ટ્રેટ સિવાયની) તે અથૅ મેજિસ્ટ્રેટ જેને અધિકાર આપ્યો હોય તે વ્યકિતએ આ સંહિતા હેઠળ પુરાવો એકત્રિત કરવા માટે કરેલી તમામ કાયૅવાહીનો સમાવેશ થાય છે.

સ્પષ્ટીકરણ.- જયારે કોઇ ખાસ અધિનિયમની કોઇપણ જોગવાઇઓ આ સંહિતાની જોગવાઇઓ સાથે અસંગત હોય ત્યારે ખાસ અધિનિયમની જોગવાઇઓ અમલી રહેશે.

(એમ) ન્યાયિક કાયૅવાહી માં જે કાયૅવાહી દરમ્યાન કાયદેસર રીતે સોગંદ ઉપર પુરાવો લેવામાં આવે અથવા લઇ શકાય તે કાયૅવાહીનો સમાવેશ થાય છે.

(એન) ન્યાયાલય કે મેજિસ્ટ્રેટના સબંધમાં સ્થાનિક હકૂમત એટલે જે સ્થાનિક વિસ્તારમાં તે ન્યાયાલય કે મેજિસ્ટ્રેટ આ સંહિતા હેઠળની પોતાની તમામ કે કોઇ સતા વાપરી શકે તે સ્થાનિક વિસ્તાર અને આવા સ્થનિક વિસ્તારમાં સમગ્ર રાજયનો અથવા રાજય સરકાર જાહેરનામાથી નિદિષ્ટ કરે તેવા રાજયના કોઇપણ ભાગનો સમાવેશ થઇ શકશે.

(ઓ) પોલીસ અધિકાર બહારનો ગુનો એટલે એવો ગુનો કે જેના માટે અને પોલીસ અધિકર બહારનો કેસ એટલે એવો કેસ કે જેમાં કોઈ પોલીસ અધીકારી વગર વોરન્ટે પકડી શકે નહિ.

(પી) જાહેરનામું એટલે રાજયપત્રમાં પ્રસિધ્ધ થયેલું જાહેરનામું

(કયુ) ગુનો એટલે તે સમયે અમલમાં હોય તે કાયદાથી શિક્ષાને પાત્ર ઠરાવેલું કોઇપણ કૃત્ય કે કાયૅલોપ અને તેમાં ઢોર અપપ્રવેશ અધિનિયમ ૧૮૭૧ (૧૮૭૧નો ૧લો) ની કલમ-૨૦ હેઠળ જેના સબંધમાં ફરિયાદ કરી શકાય તેવા કોઇ કૃત્યનો સમાવેશ થાય છે.

(આર) પોલીસ સ્ટેશનના ઇન્ચાજૅ અધિકારી માં પોલીસ સ્ટેશનના ઇન્ચાજૅ અધિકારી પોલીસ સ્ટેશનને હાજર ન હોય એવા અથવા બિમારી કે બીજા કારણે પોતાની ફરજ બજાવી શકે એમ ન હોય ત્યારે સ્ટેશને હાજર હોય તેવા તે અધિકારીથી તરત નીચેના અને કોન્સ્ટેબલથી ઉપરના દરજજાના પોલીસ અધિકારીનો અથવા રાજય સરકાર ફરમાવે ત્યારે તે રીતે હાજર હોય તે બીજા કોઇ પોલીસ અધિકારીનો સમાવેશ થાય છે.

(એસ) જગ્યા મં કોઇ ઘર, ઇમારત, તંબુ, વાહન અને જલયાનનો પણ સમાવેશ થાય छे.

(ટી) પોલીસ રિપોટૅ એટલે કલમ ૧૯૩ની પેટા કલમ (૩) હેઠળ મેજિસ્ટ્રેટને પોલીસ અધિકારીએ મોકલેલો રિપોટૅ

(યુ) પોલીસ સ્ટેશન એટલે રાજય સરકારે સામાનય રીતે અથવા ખાસ કરીને પોલીસ સ્ટેશન તરીકે જાહેર કરેલું મથક કે સ્થળ અને તેમાં આ અર્થે રાજય સરકારે નિર્દિષ્ટ કરેલા સ્થાનિક વિસ્તારનો સમાવેશ થાય છે.

(વી) પબ્લિક પ્રોસીકયુટર એટલે કલમ ૧૮ હેઠળ નિમાયેલ વ્યકિત અને તેમાં પબ્લિક પ્રોસિકયુટરની સુચનાઓ મુજબ કામ કરનાર વ્યકિતનો સમાવેશ થાય છે.

(ડબલ્યુ) પેટા વિભાગ એટલે કોઇ જિલ્લાનો પેટા વિભાગ

(એકસ) સમન્સ કેસ એટલે વોરંટ કેસ ન હોય તેવો કોઇ ગુના સબંધી કેસ

(વાય) ભોગ બનનાર એટલે એવી વ્યકિત જેને આરોપી વ્યકિતના કોઇ કૃત્ય અથવા ચુકના કારણે કોઇ નુકશાન કે ઇજા થયેલ હોય અને તેમાં તેવા ભોગ બનનારના વાલી અથવા કાયદેસર વારસદારનો પણ સમાવેશ થાય છે.

(ઝેડ) વોરન્ટ કેસ એટલે મોતની આજીવનકેદની અથવા બે વષૅથી વધુ મુદતની કેદની શિક્ષાને પાત્ર ગુના સબંધી કેસ

(૨) આમા જે શબ્દો અને શબ્દપ્રયોગો વાપરવામાં આવ્ય છે અને વ્યાખ્યા કરવામાં આવેલ નથી પણ જેની વ્યાખ્યા ઇન્ફોમૅશન ટેકનોલોજી અધિનિયમ ૨૦૦ (૨૦૦૦નો રજો) અને ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ માં કરવામાં આવી છે તેમના અથૅ અનુક્રમે તે અધિનિયમમાં અને સંહિતામાં આપવામાં આવ્યા છે તે જ થશે