ઉલ્લેખોનું અથૅઘટન - કલમ : 3

ઉલ્લેખોનું અથૅઘટન

(૧) સંદભૅથી અનયથા અપેક્ષિત ન હોય તો કોઇપણ કાયદામાં કોઇપણ વિસ્તારના સંબંધમાં તેવા વિસ્તારમાં હકુમત ધરાવતા પ્રથમ વગૅના જયુડિશિયલ મેજિસ્ટ્રેટ અથવા યથાપ્રસંગ બીજા વગૅના જયુડિશિયલ મેજિસ્ટ્રેટના ઉલ્લેખ તરીકે કરવો જોઇશે.

(૨) આ સંહિતા સિવાયના કોઇ કાયદા હેઠળ જયારે મેજિસ્ટ્રેટ કરવાના કાર્યોૌ નીચે જણાવેલ પ્રકારની બાબતોને લગતાં હોય ત્યારે તેના સબંધમાં દર્શાવેલ પ્રકારના મેજિસ્ટ્રેટે તે કરવાના રહેશે.

(એ) જે બાબતમાં એવા પ્રકારની પુરાવાની સમીક્ષ કે છણાવટ કરવાની હોય અથવા એવા નિણૅય ઉપર આવવાનું હોય કે જેને લીધે કોઇ વ્યકિત શિક્ષા કે દંડ અથવા પોલીસ તપાસ તપાસ કે ઇન્સાફી કાયૅવાહી થતાં દરમ્યાન કસ્ટડીમાં અટકાયતને પાત્ર થાય અથવા જે તેને કોઇ ન્યાયાલય સમક્ષ ઇન્સાફી કાયૅવાહી મોટે મોકલવામાં પરિણમે ત્યારે તે કાયૌ આ સંહિતાની જોગવાઇઓને અધીન રહીને જયુડિશિયલ મેજિસ્ટ્રેટે કરવાના રહેશે અથવા

(બી) જે તે બાબતો લાઇસન્સ આપવા લાઇસન્સ મોકુફ રાખવા કે રદ કરવા ફોજદારી કામ માટે મંજુરી આપવા કે ફોજદારી કામ પાછું ખેચી લેવા જેવી વહીવટી કે કારોબારી પ્રકારની હોય તેને લગતા કાર્યોૌ ઉપર જણાવ્યા મુજબ અધીન રહીને એકિઝકયુટીવ મેજિસ્ટ્રેટ કરવાના રહેશે.