ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ અને બીજા કાયદાઓ હેઠળના ગુનાઓની ઇન્સાફી કાયૅવાહી - કલમ : 4

ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ અને બીજા કાયદાઓ હેઠળના ગુનાઓની ઇન્સાફી કાયૅવાહી

(૧) ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ હેઠળના તમામ ગુનાઓની પોલીસ તપાસ તપાસ ઇન્સાફી કાયૅવાહી અને અન્ય કાયૅવાહી આ સંહિતામાં હવે પછી કરેલી જોગવાઇઓ અનુસાર કરવામાં આવશે.

(૨) બીજા કોઇ કાયદા હેઠળના તમામ ગુનાઓની પોલીસ તપાસ તપાસ ઇન્સાફી કાયૅવાહી અને અનય કાયૅવાહી આજ જોગવાઇઓ અનુસાર પરંતુ એવા ગુનાની પોલીસ તપાસ તપાસ ઇન્સાફી કાયૅવાહી કે અન્ય પ્રકારની કાયૅવાહી કરવાની રીત અથવા તેના સ્થળ સબંધી તે સમયે અમલમાં હોય તે અધિનિયમને અધીન રહીને કરવામાં આવશે.