
સેશન્સ ન્યાયાલય
(૧) રાજય સરકાર દરેક સેશનસ વિભાગ માટે એક સેશન્સ ન્યાયાલયની સ્થાપના કરશે.
(૨) દરેક સેશન્સ ન્યાયાલયના ઉપરી તરીકે ઉચ્ચન્યાયાલયે નીમેલા જજ રહેશે.
(૩) ઉચ્ચન્યાયાલય સેશન્સ ન્યાયાલયની હકૂમત ભોગવવા માટે વધારાના સેશન્સ જજો પણ નીમી શકશે.
(૪) એક સેશન્સ વિભાગના સેશન્સ જજને બીજા વિભાગના વધારાના સેશન્સ જજ તરીકે પણ ઉચ્ચન્યાયાલય નીમી શકશે અને તેમ કરવામાં આવે ત્યારે ઉચ્ચન્યાયાલય ફરમાવે તેવા બીજા વિભાગમાંના સ્થળે કે સ્થળોએ તે કેસોના નિકાલ માટે પોતાની બેઠક રાખી શકશે.
(૫) જયારે સેશન્સ જજનો હોદ્દો ખાલી પડે ત્યારે વધારાના સેશન્સ જજ દ્રારા અથવા જો કોઇ વધારાના સેશન્સ જજ ન હોય તો સેશન્સ વિભાગના ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્રારા તે સેશન્સ ન્યાયાલય સમક્ષ હોય તે અથવા કરી શકાય તે અથવા અનિણિત હોય તે તાકીદની કોઇ અરજીનો નિકાલ કરવા માટે ઉચ્ચન્યાયાલય વ્યવસ્થા કરી શકશે અને તે દરેક જજ કે મેજિસ્ટ્રેટને એવી કોઇ અરજીનો નિકાલ કરવાની હકૂમત રહેશે.
(૬) સેશન્સ ન્યાયાલય પોતાની બેઠકો સામાન્ય રીતે ઉચ્ચન્યાયાલય જાહેરનામાથી નિદિષ્ટ કરે તે સ્થળે કે સ્થળોએ રાખશે પરંતુ કોઇ ખાસ કેસમાં સેશન્સ ન્યાયાલયનો અભિપ્રાય એવો થાય કે સેશન્સ કેસનો નિકાલ કરવા અથવા તેમાંના કોઈ સાક્ષી કે સાક્ષીઓને તપાસવા માટે ફરિયાદ પક્ષ અને આરોપીની સંમતિથી તે તેવા સ્થળે બેઠક રાખી શકશે.
(૭) સેશન્સ જજ વખતોવખત વધારાનો સેશન્સ જજો વચ્ચે કામકાજની વહેંચણીના સબંધમાં આ સંહિતા સાથે સુસંગત હુકમો કરી શકશે.
(૮) સેશનસ જજ તેની ગેરહાજરી કે કાયૅ કરવાની અસક્ષમતાના કિસ્સામં વધારાના સેશન્સ જજ કે જો ત્યાં વધારાના સેશન્સ જજ ન હોય તો ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ મારફતે કોઇપણ અરજન્ટ અરજીના નિકાલ માટેની જોગવાઇઓ પણ કરી શકશે અને એવા જજ કે મેજિસ્ટ્રેટને એવી કોઇપણ અરજી ચલાવવા માટેની હકુમત છે એવું માનવામાં આવશે.
સ્પષ્ટીકરણ.- જયારે કોઇ કાયદા હેઠળ સરકાર માટે કોઇ વ્યકિતની પ્રથમ નિમણુંક સ્થળ નિયુકિત કરવાનું અથવા તેને બઠતી આપવાનું આવશ્યક હોય ત્યારે આ સંહિતાની હેતુઓ માટે નિમણુંક માં સંઘના અથવા રાજયના કામકાજ સાથે સંકળાયેલી કોઇ સેવા કે જગા અંગે સરકારે તે વ્યકિતની કરેલી પ્રથમ નિમણુંક સ્થળ નિયુકિત કે આપેલ બઢતીનો સમાવેશ થતો નથી.
Copyright©2023 - HelpLaw