જયુડિશિયલ મેજિસ્ટ્રેટોના ન્યાયાલયો - કલમ : 9

જયુડિશિયલ મેજિસ્ટ્રેટોના ન્યાયાલયો

(૧) દરેક જિલ્લામાં રાજય સરકાર ઉચ્ચન્યાયલય સાથે વિચાર વિનિમય કરીને જાહેરનામાથી નિદિષ્ટ કરે તેટલા અને તેવા સ્થળોએ પ્રથમ વગૅના કે બીજા વગૅના જયુડિશિયલ મેજિસ્ટ્રેટના ન્યાયાલયો સ્થાપવામાં આવે છે. પરંતુ રાજય સરકાર ઉચ્ચન્યાયાલય સાથે વિચાર વિનિમય કયૅા પછી કોઇ ચોકકસ કેસ અથવા ચોકકસ વગૅના કેસોની ઇન્સાફી કાયૅવાહી કરવા પ્રથમ વગૅના અથવા બીજા વગૅના જયુડિશિયલ મેજિસ્ટ્રેટના એક અથવા વધુ ખાસ ન્યાયાલયો કોઇપણ સ્થાનિક વિસ્તાર માટે સ્થાપી શકશે અને આવું કોઇપણ ખાસ ન્યાયલય સ્થાપવામાં આવે ત્યારે સ્થાનિક વિસ્તારમાંના મેજિસ્ટ્રેટના બીજા કોઇ ન્યાયાલયને જે કોઇપણ કેસ અથવા જે વગૅના કેસોની ઇન્સાફી કાયૅવાહી માટે આવું ખાસ જયુડિશિયલ મેજિસ્ટ્રેટનું ન્યાયાલય સ્થાપવામાં આવ્યું હોય તેની ઇન્સાફી કાયૅવાહી કરવાની હકૂમત રહેશે નહિ.

(૨) એવી ન્યાયાલયોના પ્રમુખ અધિકારીઓની નિમણૂંક ઉચ્ચન્યાયાલય કરશે.

(૩) ઉચ્ચન્યાયાલય પોતાને ઇષ્ટ અને જરૂરી જણાય ત્યારે પ્રથમ વગૅના કે બીજા વગૅના જયુડિશિયલ મેજિસ્ટ્રેટની સતા દીવાની ન્યાયાલયના જજ તરીકે કાયૅ કરતા રાજયની જયુડિશિયલ સેવામાંના કોઇ સભ્યને સોંપી શકશે.